Friday, April 17, 2026
HomeGujaratGir Somnathઉનામાં ત્યજી દીધેલું શીશું અને તેને સારવાર માટે લઈ ગયેલી એમ્બ્યુલન્સે ચર્ચા...

ઉનામાં ત્યજી દીધેલું શીશું અને તેને સારવાર માટે લઈ ગયેલી એમ્બ્યુલન્સે ચર્ચા જગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ Gir Somnath News: અજાણી નિષ્ઠુર જનેતાએ પાપ છુપાવવા બાળકને જન્મ આપી તરછોડી દીધાની ઘટના ગીર સોમનાથ જિલ્લામાં સામે આવી છે. ગીરસોમનાથ જિલ્લાના ઉના (Una) તાલુકામાં આજે વહેલી સવારે મહિલાએ નવજાત શિશુ તરછોડી પલાયન થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતુ. તેવામાં સ્થાનિક રહેવાસીઓને બાળકના રડવાનો અવાજ આવતા સ્થાનિક મહિલાઓએ બાળકને હોસ્પિટલ ખાતે લઈને સારવાર આપી હતી.

una na samachar
una na samachar

પ્રાપ્ત વિગત અનુસાર, ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં ખાણ વિસ્તારમાં વહેલી સવારે એક તરછોડેલુ નવજાત શિશુ મળી આવ્યું હતું. ખાણ વિસ્તારના રહેવાસી દક્ષાબેન આજે વહેલી સવારે તેમના ઘરે રસોડામાં કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમના પાડોશીએ બોલાવીને કહ્યું હતું કે, આપણા ઘર પાછળથી એક નાના બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો છે. જેથી દક્ષાબેન અને તેમના પાડાશીએ તપાસ કરતાં ઘરની પાછળ આવેલી નાળીયેરના કાછલાના ઉકરડામાં નવજાત બાળક મળી આવ્યું હતુ.

- Advertisement -

નવજાત બાળકના શરીર પર કોઈ પણ જાતના ઈજાના નિશાનો પણ ન હતા. જેથી નવજાત શીશુ કોઈ અજાણી સ્ત્રી જન્મ છુપાવવા માટે નારીયેળના કાછલાના ઉકરડામાં બાળકના ત્યજી દીધેલું હોવાનું અનુમાન લગાવીને આ બાબત અંગેની પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી જતાં સ્થાનિક મહિલાઓ પોલીસની સાથે બાળકને લઈને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. જ્યાં બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સ્થાનિક મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આ બાળકની માતાને શોધવા માટેની તપાસ શરૂ કરી છે.

ઉનાની એમ્બુલન્સને સારવારની જરૂર
ઉલ્લેખનીય છે કે, તરછોડેલા નવજાત બાળકને ઉનાની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ બાળકને વધુ સારવાર આપવા માટે જુનાગઢ માટે લઈ જવાનું હતું. જેથી બાળકને જુનાગઢ લઈ જવા માટે જ્યારે પોલીસ અને બાળક એમ્બુલન્સમાં સવાર થયાં ત્યારે એમ્બુલન્સ કોઈક કારણોસર શરૂ જ ન થઈ, જેથી ત્યાં હાજર લોકોએ પહેલા એમ્બુલન્સને પાછળથી ધક્કો મારીને એમ્બુલન્સ શરૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં એમ્બુલન્સ શરૂ ન થતાં ફરીવાર એમ્બુલન્સને આગળથી ધક્કો મારવામાં આવતાં એમ્બુલન્સ શરૂ થઈ હતી અને બાળકને સારવાર માટે જુનાગઢ લઈ જવામાં આવ્યું હતું. જો ઉનામાં આ પ્રકારે એમ્બુલન્સની હાલત જોતાં હોસ્પિટલે એમ્બુલન્સની સારવાર કરવી જરૂરી બની છે. જો આ જ પ્રકારે એમ્બુલન્સની હાલત રહી તો ભવિષ્યમાં આ એમ્બુલન્સના કારણે ઈમર્જન્સીમાં કોઈ દર્દી જીવ પણ ગુમાવી દેશે!

અહેવાલ-તસવીરઃ ધર્મેશ જેઠવા

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular