નવજીવન ન્યૂઝ. મહારાષ્ટ્ર: Maharashtra Politics News: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઓશોક ચૌહાણે (Ashok chavan) કોંગ્રેસમાંથી (Congress) રાજીનામું આપતા મહારાષ્ટ્રની રાજનીતિ ગરમાઈ છે. અશોક ચૌહાણ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારે તેમણે રાજીનામુ આપ્યા બાદ જણાવ્યુ હતુ કે, “મૈ રાજીનામુ આપી દીધુ છે અને એક-બે દિવસમાં આગળ શું કરવું તે અંગે વિચાર કરીશ. મૈ જીવન ભર કોંગ્રેસ માટે કામ કર્યુ છે, પરંતુ હવે હુ વિકલ્પ શોધી રહ્યુ છુ. અશોક ચૌહાણે જણાવ્યુ કે, મૈ પ્રાથમિક સદસ્યતા અને વિધાયક દળ તેમજ કાર્યસમિતિમાંથી રાજીનામું આપી દીધુ છે. હાલ કોઈ પણ પાર્ટીમાં સામેલ થવા અંગે કોઈ પણ જાતનો વિચાર કર્યો નથી. પ્રધાનમંત્રીના શ્વેત પત્ર અને મારા રાજીનામાં વચ્ચે કોઈ સંબંધ નથી”
10-12 વિધાયકો સાથે ભાજપમાં જઈ શકે છે
અશોક ચૌહાણે આજે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ધારાસભ્ય પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ. મળતી માહિતી અનુસાર અશોક ચૌહાણ ભાજપમાંથી રાજ્યસભા જઈ શકે છે. તેમની સાથે 10થી 12 ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે છેડે ફાડી શકે છે. કોંગ્રેસને એક બાદ એક ઝટકા લાગી રહ્યા છે. અગાઉ કોંગ્રેસના કદ્દાવર નેતા બાબા સિદ્દીકી અને મિલિંદ દેવરા કોંગ્રેસ છોડી ચૂક્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








