Sunday, August 9, 2026
HomeGujaratઅમરેલી દલિતની હત્યા મામલે કોંગ્રેસનું ભેદી મૌનઃ 'ચૂંટણી વખતે શેતરંજી ખસી જતા...

અમરેલી દલિતની હત્યા મામલે કોંગ્રેસનું ભેદી મૌનઃ ‘ચૂંટણી વખતે શેતરંજી ખસી જતા વાર નહીં લાગે’

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના દલિત નેતા જીગ્નેશ મેવાણી અત્યારે પોતાની પાર્ટી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને એમની નારાજગીને કારણે હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે જીગ્નેશ મેવાણી કોંગ્રેસ છોડી રહ્યા છે. શું છે હકીકત? કેમ છે નારાજગી અને કઈ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. તે સમગ્ર બાબતો પર અહીં પ્રકાશ પાડીશું. કારણ કે અહીં કોંગ્રેસનું આ જ ભેદી મૌન હવે આગામી સમયમાં કોંગ્રેસને જ નડી જાય તો નવાઈ નહીં. જ્યાં ઉનાકાંડ વખતે દલિતોનો અવાજ બની સામે આવેલા જીગ્નેશ મેવાણીએ જોયું હતું કે કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી પણ કેટલી બુલંદ રીતે દલિતોની સાથે છે, રાષ્ટ્રીય ગજાના નેતાઓ દર થોડા દિવસોમાં અહીં મુલાકાતે આવતા, જોકે જીગ્નેશ મેવાણીને કદાચ હવે આવો ભ્રમ રહ્યો નથી. કોંગ્રેસ જ્યાં દલિતો માટે બોલતી નથી ત્યાં જીગ્નેશ મેવાણી હવે પોતાના જ પક્ષ કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે.

ગુજરાતનો દલિત આગેવાનમાં એક એવો ચહેરો કે જ્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં નહોતો ત્યારથી દલિતોના મુદ્દે લડે છે, ઝગડે છે અને અવાજ બુલંદ કરી દલિતોને સંગઠિત કરવાનું કામ કરે છે. જ્યારે જીગ્નેશ મેવાણી ધારાસભ્ય પણ નહોતા ત્યારે ઉનામાં દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે જીગ્નેશ મેવાણી પદયાત્રા શરૂ કરે છે. અમદાવાદથી ઉના સુધી અને પહેલી વખત એક નવું નામ ગુજરાતના દલિત લોકોને, દલિત સમાજને મળ્યું જીગ્નેશ મેવાણી. અને પછી જીગ્નેશ મેવાણી અપક્ષ ચૂંટણી લડે છે, જીતે છે. બીજી વખત તે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે અને જીતે છે. આજે જીગ્નેશ મેવાણીને પોતાની પાર્ટીની જરૂર છે ત્યારે તે સાથે નથી અને એટલે તે પોતાની પાર્ટી કોંગ્રેસથી નારાજ છે.

- Advertisement -

શું છે મામલો ટુંકમા જાણીએ

કારણ એવું છે કે અમરેલીમાં દલિત યુવાન નિલેશ રાઠોડ ઉપર ઘાતકી હુમલો થયો હતો. આરોપ પ્રમાણે નિલેશ રાઠોડે પોતાની મદદ માટે બોલાવેલા વ્યક્તિને બેટા કહી બોલાવતા નિલેશ પર હુમલો કરવામાં આવ્યો હતો. નિલેશ રાઠોડને સારવાર માટે પહેલા અમરેલીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી તબિયત બગાડતા ભાવનગરની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જ્યાં નિલેશ રાઠોડ અંતિમ શ્વાસ લે છે. નિલેશ રાઠોડની હત્યાના સમાચાર મળતા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ભાવનગર પહોંચી જાય છે અને 72 કલાકના ધરણા કરે છે દલિતોને પોતાનો અધિકાર મળવો જોઈએ માર્યા ગયેલા નિલેશ રાઠોડના પરિવારને ચાર વીઘા જમીન સરકારી નોકરી કોરી કે ઈંટોનો ભઠ્ઠો આપવો જોઈએ એવી માંગણી બુલંદ બને છે અને એટલે ચાર દિવસ સુધી નિલેશ રાઠોડનો મૃતદેહ સ્વીકારવાની પરિવાર ના પાડે છે પણ આખી ઘટનામાં જીગ્નેશ મેવાણી કોંગ્રેસથી નારાજ થઈ ગયા છે.

જીગ્નેશ મેવાણીની નારાજગી સ્પષ્ટ છે કે જ્યારે દલિતોનો મુદ્દો આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ચૂપ થઈ જાય છે. આ વાત જીગ્નેશ મેવાણીએ જાહેરમાં માધ્યમોને કહી અને તેમણે પોતાની નારાજગી બતાડતા કહ્યું કે અમરેલીમાં પાયલ ગોટીનો મુદ્દો આવ્યો ત્યારે કોંગ્રેસના જ નેતાઓ પછી વિરજી ઠુમર હોય પરેશ ધાનાણી હોય, પ્રતાપ દુધાત હોય કે જેનીબેન ઠુમ્મર હોય બધા જ મેદાનમાં આવ્યા હતા અને પાયલ ગોટીને ન્યાય મળે તેના માટે તેમણે લડત માંડી હતી. આ ઘટના અમરેલીની જ છે પણ અમારા કોઈ નેતા બોલતા નથી કારણ કે, મામલો દલિતોનો છે.

- Advertisement -

રાહુલ ગાંધીને મેવાણીની ફરિયાદ?

એવી પણ જાણકારી મળી મળી રહી છે કે, જીગ્નેશ મેવાણીએ પોતાની આ નારાજગી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓના આ વલણ માટે રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી છે અને રાહુલ ગાંધીને કહ્યું છે કે, ગુજરાતના નેતાઓ દલિતોનો મુદ્દો આવે કે મુસલમાનો મુદ્દો આવે ત્યારે નફા નુકસાનનો વિચાર કરે છે અને બોલતા નથી આ વાત બહુ ગંભીર છે. આમ આખો મામલો રાહુલ ગાંધી સુધી પણ પહોંચ્યો છે.

અનામત બેઠકો પરથી ચૂંટણી લડવી છે પણ દલિતો માટે બોલવું નથી

- Advertisement -

ગુજરાતમાં કોંગ્રેસમાં એવા નેતાઓ પણ છે કે જેઓ અનામત બેઠકો ઉપરથી ચૂંટણી જીતે છે લડે છે પણ જ્યારે આ મુદ્દા ઉપર બોલવાનું આવે છે ત્યારે તેઓ મૌન બની જાય છે. આ બધી જ અટકોળોની વચ્ચે એક ઘટના એવી પણ ઘટે છે કે, કડીમાં જે ચૂંટણી થવાની છે, વિધાનસભાના પ્રભારી તરીકે જીગ્નેશ મેવાણીને મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે ત્યારે જીગ્નેશ મેવાણીએ કડીના પ્રભારી થવાનો ઇન્કાર કરી દીધો છે. એવી પણ જાણકારી છે. એટલે અટકળો તેજ બની કે જીગ્નેશ મેવાણી કોંગ્રેસ છોડી રહ્યા છે. કારણ કે જે કોંગ્રેસ દલિતોનો અવાજ ન બનતી હોય એ કોંગ્રેસ સાથે રહેવાનો ફાયદો નથી એવું સૂત્રો કહે છે. આ દરમિયાન દલિતોની પણ ભારે નારાજગી છે કારણ કે, સવર્ણ જાતિના જે લોકો છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જેમના દલિત મતદારો છે, એ કોંગ્રેસ સાથે છે પણ જ્યારે દલિતનો મુદ્દો આવે ત્યારે કોંગ્રેસ ચૂપ થઈ જાય છે.

દલિતો હવે નેતાઓને ફોન કરી પ્રશ્નો કરવા લાગ્યા

દલિતોમાં ભારે નારાજગી છે. દલિતો હવે કોંગ્રેસના નેતાઓને ફોન કરીને પૂછી રહ્યા છે કે, તમે અમારા માટે કેમ બોલતા નથી? આવા જ એક દલિત આગેવાન વિકી ચાવડાએ અમરેલીના કોંગ્રેસના નેતા વીરજી ઠુમરને ફોન કર્યો અને પૂછ્યું કે, કેમ તમે દલિતોના મુદ્દે બોલતા નથી ત્યારે ત્યારે વીરજી ઠુમરે એવું કહ્યું મને કોઈએ જાણકારી આપી જ નહોતી,

આ ઓડિયોમાં કહે છે કે, હલો, હા, વીરજીભાઈ ઠુમર વાત કરે? હા… જી…, ઉમરેથી વિકી ચાવડા વાત કરું. બોલો હરીભાઈ કેમ છે, મજામાં? વીરજીભાઈ એકદમ મજામાં. આપને ફોન એટલા માટે કર્યો છે કે હાલ લાઠી તાલુકાનું ઝરખીયા ગામ છે. ખ્યાલ છે ને? આપણા જે અનુસૂચિત જાતિ દીકરાનું મર્ડર થયું? હા. એમાં તમારા પાયલબેન ગોટી માથે જે બનાવ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ એકદમ સક્રિય હતી. તમારા આ બેન છે, જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી બધા એકદમ સક્રિય હતા. બરોબર? હા હતા. જ્યારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકદમ મોન છે. અમને કોઈ મળવા જ નથી આવતા. ઓલામાં પાયલબેનનું કુટુંબ આખું ચાર દિવસ અમારી પાસે મળવા આવ્યું તું. એટલે તમને તમે તો મળવા નથી આવ્યા, મેં તમને ફોન કર્યો. તમને મદદ આ બધા કરે છે? એ તમે રૂબરૂ મળો ચર્ચા કરીએ. પણ તમે જ એમ ક્યો કે હું દીકરાનું મર્ડર….. પણ રજૂઆત શું છે? હવે ભાઈ તમારો જીગ્નેશભાઈ મેવાણી છે બરોબર એ કરે છે ને કોંગ્રેસની બાબતમાં સ્ટેટમેન્ટ કરે જ છે. તો આપ જાણો જ છો પણ એમને તો તમે એમ અનુસૂચિ જાતિના દીકરા મળવા આવે? ના ના એને માટે અનુસૂચિત જાતિના ચાર દીકરા ગુજરી ગયા આખી કોંગ્રેસ ત્યાં આવી ગઈ હતી. સીસીટીવી ફૂટેજ વાયરલ છે. તમારા જીગ્નેશભાઈ મેવાણી ચાર દિવસ સુધી ત્યાં બેહે છે. જીગ્નેશભાઈ આવે છે. તમને પૂછ્યું, કેમ કે જીગ્નેશભાઈ કીધું છે પૂછો? એટલે. અમારે માથા ઉપર હોય પણ અમને કીધું નથી. હા દુખદ બાબત છે.

હું ગુજરાત કોંગ્રેસનો પ્રમુખ થવાનો છું- મેવાણી

આ ઓડિયોના કેટલાક શબ્દો છે. સમગ્ર ઓડિયો અહીં વીડિયોમાં ચલાવાયો છે જે વધુ સ્પષ્ટ છે. હવે આ દલિત કાર્યકર્તાઓએ પરેશ ધારાણીને ફોન કર્યો, પ્રતાપ દુધાતને ફોન કર્યો અને તેમની સામે નારાજગી વ્યક્ત કરી કે પાયલ ગોટીની જેમ તમે અહીંયા બહાર કેમ નીકળતા નથી. અહીં લાગે છે કે કોંગ્રેસના નેતાઓએ હવે આની કિંમત ચૂંટણીમાં ચૂકવવી પડશે કારણ કે જે મતદારો કોંગ્રેસ સાથે રહે છે એ દલિત મતદારો માટે કોંગ્રેસ મૌન બની જાય છે. કોંગ્રેસના નેતાઓના મનમાં પણ દલિતો પ્રત્યે રહેલો દોષ કદાચ કારણભૂત હશે, હવે આ મામલે અમે જ્યારે કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણીનો સંપર્ક કરીને પૂછ્યું કે તમે નારાજ છો? અને કોંગ્રેસ છોડી રહ્યા છો? ત્યારે તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે, કોંગ્રેસ છોડવાની વાત નથી. હું તો ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ થવાનો છું. આ બહુ સૂચક વાત છે. ગુજરાતના નેતાઓએ આ વાત શાનમાં સમજવી પડશે. એટલા માટે કે, જો તમે દલિતો, વંચિતો, આદિવાસી, મુસલમાનોનો અવાજ નહીં બનો તો કોઈ બીજો માણસ તમારો અવાજ બનશે નહીં અને તમારા પગ નીચેથી સત્તાની શેતરંજી ખસી જતા વાર નહીં લાગે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular