Saturday, October 3, 2026
HomeGujaratછેતરપિંડીના કેસમાં સમાધાનના નામે 2.50 લાખની લાંચ લેવાના કેસમાં પોલીસ અધિકારી અને...

છેતરપિંડીના કેસમાં સમાધાનના નામે 2.50 લાખની લાંચ લેવાના કેસમાં પોલીસ અધિકારી અને જસ્ટીસ કાલીદાસ રોહિત સામે ગુનો નોંધ્યો

- Advertisement -

Gujarat ACB arrested Justice Rohit in a bribery case : વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે તેમ કહીને પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈને ગુનો દાખલ નહીં કરવા પેટે 5 લાખનો તોડ કરવા નીકળેલા બે શખસો સામે Gujarat ACB એ ગુનો નોંધ્યો છે. આ કેસમાં 2.50 લાખ રૂપિયાની લાંચ સ્વીકારનારા જસ્ટીસ કાલીદાસ રોહિતને અમદાવાદ ગ્રામ્ય એસીબીની ટીમે (Ahmedabad Rural ACB Team) રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં Team ACB એ ખેડા જિલ્લાના મહુધા પોલીસ સ્ટેશન (Mahudha Police Station) ના ફરાર એએસઆઈ નરેન્દ્રસિંહ જીલુભા ચાવડાની શોધખોળ આરંભી છે.

એસીબી ટોલ ફ્રી નંબર 1064 પર લાંચની એક ફરિયાદ આવી હતી. ડીર્ટજન્ટ પાવડર સહિતની વસ્તુઓનો વેપાર કરતા વેપારીના પુત્ર અને તેમના ભાગીદારને ગત 1 ઓક્ટોબરના રોજ માલ-સામાન ભરેલા ટેમ્પા સાથે જસ્ટીસ કાલીદાસ રોહિતે (રહે. જલસાગર સોસાયટી, નડીયાદ) મહુધા પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો હતો. જેથી વેપારી 2 ઓક્ટોબર શુક્રવારના રોજ મહુધા પોલીસ સ્ટેશન ખાતે પોલીસને મળવા ગયા હતા. જ્યાં હાજર એએસઆઈ નરેન્દ્રસિંહ ચાવડા અને વકીલાતનો વ્યવસાય કરતા જસ્ટીસ કાલીદાસ રોહિતે છેતરપિંડી કેસમાં સમાધાન કરવા પેટે 5 લાખની લાંચ માગી હતી.

- Advertisement -

છેતરપિંડીનો ગુનો નહીં નોંધવા માટે રકઝકના અંતે અઢી લાખ રૂપિયા નક્કી થયા હતા. જે રકમ વેપારી આપવા નહીં માગતા હોવાથી તેમણે ACB Toll Free 1064 પર ફોન કરી ફરિયાદ કરી હતી. જેના આધારે અમદાવાદ ગ્રામ્ય એસીબી પીઆઈ ડી.બી. ગોસ્વામી (PI D B Goswami) એ છટકું ગોઠવતા જસ્ટીસ કાલીદાસ રોહિત મહુધા ચોકડી પાસે આવેલા શ્યામ આર્કેડની ઓફિસ નં. 24માં રૂપિયા અઢી લાખની લાંચ લેતા ઝડપાઈ જતા તેની ધરપકડ કરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular