Monday, September 28, 2026
HomeGujaratઅંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન GSRTC ની વિશેષ બસ સેવાઓનો 13 લાખથી...

અંબાજી ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન GSRTC ની વિશેષ બસ સેવાઓનો 13 લાખથી વધુ મુસાફરોએ લાભ મેળવ્યો

- Advertisement -

GSRTC transported 1.3 million people to the Ambaji Mela : અંબાજી ભાદરવી પૂનમના મહામેળા (Ambaji Mela 2026) દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (Gujarat State Road Transport Corporation) દ્વારા વધારાના કુલ 30 હજાર ફેરા (એક્સ્ટ્રા ટ્રીપ) નું સંચાલન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ના માર્ગદર્શન હેઠળ GSRTC દ્વારા શ્રદ્ધાળુઓની વધતી ભીડને પહોંચી વળવા માટે વધારાની બસો ફાળવવામાં આવી હતી. આ વિશેષ બસ સેવાઓનો વ્યાપક પ્રતિસાદ મળતા કુલ 13.04 લાખ મુસાફરોએ આ એક્સ્ટ્રા ટ્રીપનો લાભ મેળવ્યો હતો.

ભાદરવી પૂનમના મેળામાં ઉમટી પડેલા લાખો શ્રદ્ધાળુઓએ રાજ્યભરમાંથી અંબાજી પહોંચવા માટે એસટી બસોનો સહારો લીધો હતો. મુસાફરોની આ ભીડ અને ઉત્સાહપૂર્ણ સહકારને લીધે નિગમને આ સાત દિવસના ટૂંકા ગાળામાં રૂપિયા 9.51 કરોડની આવક થઈ છે. GSRTC ના આયોજનના પરિણામે લાખો મુસાફરો સમયસર અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular