Friday, April 17, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહે કર્યું લોકાર્પણ, જાણો કચેરીની ખાસીયત

અમદાવાદમાં નવી પોલીસ કમિશનર કચેરીનું અમિત શાહે કર્યું લોકાર્પણ, જાણો કચેરીની ખાસીયત

- Advertisement -

નવજીવન ન્યુઝ, અમદાવાદ: આધુનિક યુગમાં હવે અમદાવાદ પોલીસ (Ahmedabad Police) પણ હાઈટેક બની રહી છે. અમદાવાદમાં અત્યાધુનિક સુવિધાથી સજ્જ એવી સાત માળીની હાઈટેક પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Amit Shah) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ હાઈટેક કચેરીમાં 700 કેમરાનું મોનિટરિંગ કરવામાં આવશે. આમ અમદાવાદ પોલીસ આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધી રહી છે.

પોલીસ કરમિશનર કચેરીની ખાસીયતની વાત કરવામાં આવે તો આ કચેરી 7 માળની છે અને કચેરીમાં શહેરના મોનિટરિંગ માટે 180 સિંટિંગ કેપેસિટી સાથે ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ બનાવામાં આવ્યો છે. જેમાંથી અમદાવાદ પોલીસ શહેરમાં થતી ગતીવિધી પર બાજ નજર રાખશે. અહીંથી 700 કેમેરાનું મોનિટરિંગ કરવામાં આવશે. આ કચેરીમાં સાતમાં માળે અમદાવાદ પોલીસ કમિશનર બેસશે. કચેરીમાં પાર્કિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે, બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતના વાહનો પાર્ક કરી શકાશે.

- Advertisement -

આ પોલીસ કમિશનર કચેરીમાં અમદાવાદનો સૌથી મોટો સેન્ટ્રલ કંટ્રોલ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ તેમજ સુરક્ષા સેતુ અને ઇ-ગુજકોપ માટેની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. નવી પોલીસ કમિશનર કચેરીમાં પાંચ કોન્ફરન્સ રૂમ અને 5 ઓડિટોરિયમ, જેસીપી હેડ ક્વાર્ટરની કચેરી, એડીસીપી, ટ્રાફિક જેસીપી, સેક્ટર 1 અને સેક્ટર 2ની કચેરીની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. કચેરીના પ્રાંગણમાં શહીદ સ્મારક બનાવામાં આવ્યું છે, જેમાં ગુજરાત પોલીસમાં અત્યારસુધી ફરજ દરમિયાન શહીદ થયેલા લોકોની યાદી છે, જેમાં કયા વર્ષમાં કોણ શહીદ થયું તેમનાં નામની પણ યાદી રાખવામાં આવી છે.

નવી કચેરીમાં મુલાકાતીઓને અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે. બિલ્ડિંગમાં એન્ટ્રેન્સમાં સિક્યોરિટી ચેકિંગ રાખવામાં આવ્યું છે, જેમાં મેટલ ડિટેક્ટરથી લઈને તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. જે રીતે એરપોર્ટ પર સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળે છે એ રીતે જ અહીં બે ગેટ પર એન્ટ્રીની વ્યવસ્થા છે. આજે આ કચેરીનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular