નવજીવન ન્યૂઝ. મહારાજગંજ: હજી તો સીમા હૈદરનો કિસ્સો શમ્યો નથી ત્યાં વધુ એક અમેરિકન યુવતી (American Girl) ભારત-નેપાળ બોર્ડર (India-Nepal Border) ક્રોસ કરતા યૂપીના મહારાજગંજ જિલ્લા પોલીસના (Maharajganj Police) હાથે ઝડપાઈ છે. ભગવા કપડામાં ગેરકાયદેસર રીતે ઘુસવા જતી આ અમેરિકન મહિલાનું પોલીસે નકલી આધારકાર્ડ પણ જપ્ત કરી લીધું છે અને હાલ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવા પાછળના તેના કારણોની પોલીસ પૂછપરછ કરી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બહુચર્ચિત પાકિસ્તાનની સીમા હૈદરની માફક ફરી વધુ એક મહિલા દ્વારા ગેરકાયદેસર રીતે ભારત-નેપાળ બોર્ડર ક્રોસ કરવાની ઘટના સામે આવી છે. નેપાળમાં ગેરકાયદે ઘુસણખોરી કરી રહેલી આ મહિલાની યૂપીના મહારાજગંજ જિલ્લાની પોલીસે ધરપકડ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
નેપાળમાં ગેરકાયદે ઘુસણખોરી કરતી આ મહિલા કોણ છે?
ભારત-નેપાળની આંતરરાષ્ટ્રીય સરહદ પર ઇમિગ્રેશન ટીમ, એસ.એસ.બી. પોલીસ અને થાણા સોનાલી પોલીસ ચેકિંગમાં હતી, તે દરમિયાન તેઓએ ગેરકાયદેસર રીતે ધુસણખોરી કરતી એક મહિલાની ધરપકડ કરી છે. નેપાળમાં ગેરકાયદે ઘુસણખોરી કરી રહેલી આ મહિલા અમેરિકન હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. 25 વર્ષિય આ યુવતીનું નામ કોલિન પૈટ્રિક છે. તપાસમાં પોલીસને તેની પાસેથી નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યું છે. તેમજ તેની પાસે નેપાળના વીઝા ન હોવાનો પણ ખુલાસો થયો છે.
ત્યારે મહત્ત્વની વાત કે, સુરક્ષાકર્મીઓને કોઈ શંકા ન જાય અને તે સરળતાથી નેપાળ બોર્ડર ક્રોસ કરી શકે તે માટે થઈને આ મહિલાએ પોતાનો વેશ બદલી ભગવા કપડા ધારણ કર્યા હતા. ત્યારે મહિલાના ભગવા ડ્રેસને લઈને પણ અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. જો કે પોલીસે હાલ તેનું નકલી આધાર કાર્ડ જપ્ત કરી લીધું છે અને તેની કડક પુછપરછ હાથ ધરાઈ રહી છે.
મહત્ત્વનું છે કે, પોલીસને યુવતી પાસેથી નકલી આધારકાર્ડ મળતા તેણે ભારતમાં રહીને બનાવડાવ્યું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. પ્રિ-પ્લાન સાથે ગેરકાયદે નેપાળ જવાની તૈયારી કરી રહેલી આ અમેરિકન યુવતીના પ્રયાસો પર આખરે પાણી ફરી વળ્યું છે, તો બીજી તરફ ફરી એકવાર નકલી આધાર કાર્ડ બનાવતી ટોળકીના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. જેને લઈને પોલીસે નકલી આધાર કાર્ડ બનાવતી ટોળકીની પણ તપાસ તેજ કરી છે. સીઓએના જણાવ્યા અનુસાર આ અમેરિકી નિવાસી મહિલા વિરુદ્ધ પોલીસ કેસ નોંધી લેવામાં આવ્યો છે, તેમજ ગુપ્તચર બ્યૂરોને પણ સૂચિત કરી દેવામાં આવ્યું છે.
ત્યારે આ સમગ્ર કેસને લઈને નૌતનવા સર્કલ અધિકારીના જણાવ્યા અનુસાર, “આ યુવતી પાસે નેપાળમાં પ્રવેશ માટે જરૂરી વિઝા પણ નહોતા પરંતુ લિંચની નજીક ભારતમાંથી નેપાળ જતી વખતે અમેરિકી પાસપોર્ટ હતો. તેને નિયમિત તપાસ દરમ્યાન અહીં સોનૌલી વિસ્તારમાં પકડી હતી.”
મહત્વનું છે કે, આ મહિલાનું ગેરકાયદે રીતે નેપાળમાં ધુસવા પાછળ કોઈ ષડયંત્ર છે કે કેમ? ભારતમાં રહીને તેણે જે નકલી આધારકાર્ડ બનાવ્યુ તે ટોળકી આખરે કોણ છે? શુ તે મહિલાને આ સમગ્ર કાંડમાં કોઈ મોટા માથાની રહેમનજર મળી રહી છે કે કેમ તે તો હવે પોલીસ તપાસમાં જ ખુલાસો થશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








