નવજીવન ન્યૂઝ દિલ્હી: કોઈપણ પુરાવા વગર સિમકાર્ડ (SIM Card) મેળવવાના અને એક્ટિવ કરી દેવાના કિસ્સા આપણે અવાર-નવાર સાંભળતાં હોઈએ છીએ. તાજેતરમાં જ આધારકાર્ડનો દુરઉપયોગ કરીને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પોલીસના જણાવ્યા અનુસાર એક જ આધારકાર્ડ પર 658 સિમ કાર્ડ એક્ટિવ કરી આપવામાં આવ્યા હતા અને આ તમામ સિમકાર્ડનો ઉપયોગમાં હતા. આવા ફ્રોડ ન થાય એ માટે કેન્દ્ર સરકારે હવે સિમકાર્ડ ડીલર (SIM Card Dealers) માટે નવી ગાઇડલાઇન અને નવા નિયમો લાગુ કર્યા છે.
આજકાલ સિમકાર્ડ વેચતાં ડીલર્સની ઘણી બેદરકારી સામે આવી છે. તેમનું ધ્યાન માત્ર સિમ વેચવા પર છે. તેને દૂર કરવા માટે સરકારે તમામ સિમકાર્ડ ડીલરનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે. જેથી સિમકાર્ડ વેચતાં તમામ ડીલરોએ પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવવું અનિવાર્ય છે.
દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે (Ashwini Vaishnaw) એક નિવેદનમાં કહ્યું છે કે, “જથ્થાબંધ સિમકાર્ડ વેચવા માટે સિમકાર્ડ ડીલરોનું પોલીસ વેરિફિકેશન અને બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.”
સરકારના આ પગલાથી ડમી પુરાવા પર અથવા કોઈપણ પુરાવા વગર સિમકાર્ડનાં વેચાણ પર લગામ લગાવી શકાશે. એક જ નામ અથવા આઇ.ડી. પર એકથી વધુ સિમકાર્ડના વેચાણ પર પણ રોક લાગશે.
સરકારની નવી ગાઇડલાઇનનું પાલન કર્યા વગર સિમ કાર્ડ વેચવા પર 10 લાખ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ ભારતમાં લગભગ 10 લાખ સિમકાર્ડ ડિલર્સ છે. જેમણે પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. આ સિવાય બિઝનેસનું KYC પણ કરવું પડશે.
દૂરસંચાર મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, “‘સંચાર સાથી’ પોર્ટલ લોન્ચ થયા બાદ તેમણે લગભગ 52 લાખ નકલી કનેક્શનને નિષ્ક્રિય કરી દીધા છે. 67 હજાર ડીલર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે 300માંથી ઘણી FIR નોંધાયેલી છે. નકલી સિમકાર્ડ રેકેટમાં સંડોવાયેલા લગભગ 66,000 વેહોટ્સએપ એકાઉન્ટને પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે. લોકો જથ્થાબંધ સિમ ખરીદે છે પરંતુ તેમાં 20 ટકા દૂરુપયોગ થાય છે. જે સાયબર ફ્રોડ તરફ દોરી જાય છે. વિગતવાર અભ્યાસ કર્યા બાદ જ જથ્થાબંધ સિમકાર્ડ ખરીદીની સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઇવેન્ટ માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રજિસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે.”
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








