Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabadમાલધારીઓને AMC નું છેલ્લું અલ્ટીમેટમ, ભોગવટાની જગ્યા ન હોય તો પશુ શહેરમાં...

માલધારીઓને AMC નું છેલ્લું અલ્ટીમેટમ, ભોગવટાની જગ્યા ન હોય તો પશુ શહેરમાં નહીં રહે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ઘણા સમયથી રખડતાં ઢોર (Stray Cattle) મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે. અનેક રાહદારી અને વાહન ચાલકોએ રખડતાં ઢોરની અડફેટે પોતાનો જીવ ગુમાવ્યો છે. જેને લઈ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) રખડતાં ઢોર મુદ્દે જાહેર હિતની અરજી થઈ હતી. જાહેર હિતની શરૂ થયેલી સુનાવણીમાં હાઈકોર્ટે તંત્રને રખડતાં ઢોર મુદ્દે ચોક્કસ પગલાં લેવા તથા પોલિસી નક્કી કરવા નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે દાખવેલા આકરા વલણથી તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને રખડતાં ઢોર મુદ્દે એક નવી પોલીસી જાહેર કરી હતી.

સરકારે જાહેર કરેલી નવી પોલિસી મુજબ, કોઈપણ માલધારીએ કોર્પોરેશન પાસેથી લાયસન્સ લેવું ફરજિયાત છે, તેમજ લાયસન્સ વિનાના પશુઓ કોર્પોરેશન દ્વારા જપ્ત કરવાની જાહેરાત કરવામાં આવ્યા હતા, ત્યારે કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલી પોલીસીનો કડકપણે અમલ કરાવવા પશુપાલકોને છેલ્લી નોટીસ પાઠવવાના સમાચાર સામે આવી રહ્યા છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ જેવા શહેરોમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 અંતર્ગત માલધારીઓને ઢોર રાખવા મુદ્દે અંતિમ નોટીસ આપવામાં આવી છે અને આ નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરમાં પશુ રાખવા લાયસન્સ એટલે કે પરમિટ મેળવવી આવશ્યક છે. કોર્પોરેશન દ્વારા વારંવાર પરમિટ બાબતે પશુપાલકોને તાકીદ કરવામાં આવી હોવા છતાં ઘણા પશુપાલકોએ કોર્પોરેશન પાસેથી પરમિટ મેળવી નથી. માલધારીઓ પાસે પશુ રાખવા પોતાના ભોગવતાની જમીન પણ હોવી આવશ્યક છે. જે પશુપાલકો પાસે પશુઓ રાખવાની પરમિટ નથી તેઓ માટે કોર્પોરેશન દ્વારા તેમના પશુઓને શહેરની હદ બહાર ખસેડી દેવાની પણ તાકીદ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular