Saturday, May 23, 2026
HomeBusinessઆઈએસઓએ ઉત્પાદન અંદાજ વધારતા ખાંડની તેજીના વળતાં પાણી થશે

આઈએસઓએ ઉત્પાદન અંદાજ વધારતા ખાંડની તેજીના વળતાં પાણી થશે

- Advertisement -

યુએસડીએ એ સુગર ઉત્પાદન અનુમાન ૮૨ લાખ ટન વધારીને ૧૮૩૫ લાખ ટન મૂક્યું

ભારતનું ૨૦૨૩-૨૪નું ખાંડ ઉત્પાદન વર્ષાનું વર્ષ ૧૧.૯ ટકા ઘટીને ૨૯૧.૧૫ લાખ ટન આવશે

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આઈસીઇ માર્ચ રો સુગર વાયદો ગુરુવારે ૧ સપ્તાહની ઊંચાઈએ ૨૭.૭૭ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયા બાદ ઘટીને ૨૭.૧૮ સેંટ રનિંગ હતો. અછતવાળી વૈશ્વિક સુગર પુરવઠા સ્થિતિ નિર્માણ થવાના ભયે ૭ નવેમ્બરે આ વાયદો ૧૨ વર્ષની ઊંચાઈએ ૨૮.૧૪ સેંટ બોલાયો હતો. સુગર ડિલરો કહે છે કે બ્રાઝિલમાં વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં શેરડીના ખેતરો પાણીથી ભરાયેલા રહેશે, એ સંયોગમાં સુગર મિલોએ આ વર્ષ માટે શેરડી પીલાણ બંધ કર્યું છે. બ્રાઝીલના પોર્ટ પર જહાજી ભરાવો થતાં ખાંડ નિકાસ મર્યાદિત બની છે, સપ્ટેમ્બરની તુલનાએ ઓક્ટોબરમાં ૧૦ ટકા નિકાસ ઘટાડો નોંધાયો છે. બ્રાઝીલના સૌથી મોટા પોર્ટ પર, કેટલીક સ્ટીમરો ખાંડ ચઢાવવામાં ૪૦ દિવસના વેઇટિંગ પિરિયડનો સામનો કરી રહી છે. માર્ચ વ્હાઇટ સુગર ૨.૮૦ ડોલર વધી ટન દીઠ ૭૪૯.૨૦ ડોલર બોલાઈ હતી.

આ મહિને જાગતિક સુગરના સ્પોટ ભાવ ટન દીઠ ૧૬૧ ડોલરની ઊંચાઈએ પહોંચી ગયા, જે ગતવર્ષના સમાન મહિના કરતાં ૧૫૦ ટકા વધુ છે. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનએ ૨૦૨૩-૨૪ ઓકટોબર-સપ્ટેમ્બર)નો વૈશ્વિક સુગર ઉત્પાદન અંદાજ, અગાઉના અનુમાન ૧૭૪૮ લાખ ટનથી વધારીને ૧૭૯૯ લાખ ટન કર્યો છે. આ સાથે જ આઈએસઓએ ૨૦૨૩-૨૪ની જાગતિક સુગર ખાધ અગાઉ ૨૧ લાખ ટન અંદાજી હતી તે, ઘટાડીને હવે ૩.૩૫ લાખ ટન કરી છે. અમેરિકન કૃષિ મંત્રાલયે વૈશ્વિક સુગર ઉત્પાદન અનુમાન, ગતવર્ષ કરતાં ૮૨ લાખ ટન વધારીને ૧૮૩૫ લાખ ટન મૂક્યું છે.

- Advertisement -

ઓક્ટોબરથી શરૂ થતાં ૨૦૨૩-૨૪ના બ્રાઝિલિયન સુગર વર્ષનું ઉત્પાદન, વર્ષાનું વર્ષ ૨૨.૬ ટકા વધીને ૩૭૨.૧૫ લાખ ટન થવાનો અંદાજ છે. આ વર્ષે શેરડીના કૂલ ઉત્પાદનમાંથી ૪૯.૩૯ ટકા શેરડી ખાંડ ઉતપાદનમાં લઈ જવાઈ હતી, જે ગતવર્ષે ૪૫.૮૩ ટકા હતી.

ભારતીય ખાંડ ઉત્પાદકોનું જૂથ, નેશનલ ફેડરેશન ઓફ કો ઓપરેટિવ સુગર ફેકટરીઝ કહે છે કે ૨૦૨૩-૨૪નું ખાંડ ઉત્પાદન, વર્ષાનું વર્ષ ૧૧.૯ ટકા ઘટીને ૨૯૧.૧૫ લાખ ટન આવશે, જે ગતવર્ષે ૩૩૦.૯ લાખ ટન હતું. અમેરિકન કૃષિ મંત્રાલય ભિન્ન અંદાજ મૂકી કહે છે કે ભારતનું ઉત્પાદન ગત મોસમ કરતાં ૪૦ લાખ ટન વધીને ૩૬૦ લાખ ટન આવશે. ૨૦૨૨-૨૩માં ભારતએ ૬૧ લાખ ટન ખાંડ નિકાસ કરી હતી. તે અગાઉના વર્ષમાં ૧૧૧ લાખ ટન નિકાસ થઈ હતી.

આફવા એવી છે કે આ વર્ષે ભારત ખાંડ નિકાસ નિયંત્રિત કરશે, જે જાગતિક ખાંડ બજાર માટે તેજીનું એક કારણ મનાય છે. ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૩-૨૪ની ભારતીય ખાંડ મોસમમાં શેરડીના પાક માટે જોઈતો ચોમાસું વરસાદ ઓછો પડ્યો હોવાથી ઉત્પાદનમાં ઘટ અને સ્થાનિક બજારમાં ભાવને કાબુમાં રાખવા નિકાસ પર પ્રતિબંધ મૂકીદે તો નવાઈ નહીં ગણાય.

- Advertisement -

થાઈલેન્ડમાં પણ દુષ્કાળને લીધે ૨૦૨૩-૨૪નું ખાંડ ઉત્પાદન વર્ષાનું વર્ષ ૩૬ ટકા ઘટી ૧૭ વર્ષની નિચલીપાટીએ ૭૦ લાખ ટન થવાનો અંદાજ, ૧ નવેમ્બરે થાઈ સુગર મિલ્સ એસોસિયેશેને મૂક્યો હતો. પાકિસ્તાનમાં પણ ખાંડના ભાવ અસામાન્ય ઊંચાઈએ જતાં રહ્યા હોવાથી સુગર એડવાઇઝરી બોર્ડએ સુગર મિલોની નિકાસ દરખાસ્ત ઠુકરાવી દીધી છે. શેરડી પીલાણ મોસમ શરૂ થતાં જ પાકિસ્તાની મિલોએ પાંચ લાખ ટન નિકાસ માટે મંજૂરી માંગી હતી. અમેરિકન કૃષિ મંત્રાલય કહે છે કે યુરોપિયન યુનિયનનું ૨૦૨૩-૨૪નું ખાંડ ઉત્પાદન ૩ ટકા વધીને ૧૫૫ લાખ ટન આવવાની શક્યતા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular