નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં આવેલા ઓર્ચિડગ્રીન બિલ્ડીંગમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં એક તરુણીનું મોત નીપજ્યાં બાદ ફાયર વિભાગને હવે પુર આવ્યા બાદ પાળ બાંધવા બેઠી હોય તેમ ફાયર NOC યાદ આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં અંદાજીત 608 રહેણાંક હાઈરાઈઝ બિલ્ડિંગ ફાયર NOC (High Rise Building Fire Noc) ધરાવતી જ નથી. ત્યારે આજે NOC ન ધરાવતા એકમો સામે તંત્ર (AMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
AMCના હદ વિસ્તારમાં આવેલા હાઈરાઈઝ બિલ્ડિંગ અંગે ચાલી રહેલી કોર્ટ કાર્યવાહી દરમિયાન તંત્ર તરફથી ફાયર NOCને લઈને સોંગદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 739 રહેણાંક હાઈરાઝ બિલ્ડિંગમાં ફાયર NOC ન હોવાનું સામે આવ્યું હતું. હાલમાં અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના વિસ્તારમાં 608 રહેણાંક હાઈરાઈઝ બિલ્ડિંગ ફાયર NOC ધરાવતા નથી. જેની સામે આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 608માંથી 23 બિલ્ડિંગની સૌ પ્રથમ યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. મહાનગરપાલિકાએ હાઇરાઇઝ બિલ્ડિંગના ગટર, પાણી અને વીજ જોડાણ કાપવા માટે તૈયારી કરી રહી છે.
ફાયર NOC ન લેનારી 10 બિલ્ડિંગના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. તો 25 હાઈરાઈઝ બિલ્ડીંગને NOCને લઇ નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર વિભાગે આ બિલ્ડીંગને પાણી અને ગટરના કનેક્શન કાપવા નોટિસ ફટકારી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ગોતામાં સેવન્થ ગ્રાસના A અને B બ્લોકમાં, ઘાટલોડિયાના નિર્માણ કોમ્પ્લેક્સ, થલતેજમાં ઇન્દ્રપ્રસ્થ-1ના 4 બ્લોક, બોડકદેવમાં રોયલ ચિન્મય ટાવર અને બોડકદેવના પુષ્કર ટાવરના પાણી કનેક્શન કાપવામાં આવ્યા છે. સાથે જ વારંવાર નોટિસ આપવા છતાં ફાયર NOC નહીં લેનારી સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે પણ કાર્યવાહી કરીને જેલની સજા ફટકારવામાં આવશે. તંત્ર દ્વારા બનાવેલી યાદી અનુસાર, ગુરુકુળમાં ઇન્દ્રપ્રસ્થ ટાવર, મેમનગરમાં નારાયણ એકઝોટિક અને સહજાનંદ ટાવર, ખોખરાની પરિષ્કાર 1-2, નારણપુરામાં સુખ ટાવર, વૈષ્ણોદેવીમાં શાલીગ્રામ લેક વ્યુ, મોટેરામાં થર્ડ આઈ રેસીડેન્સી, માણેકબાગમાં તુલિત સીતાદેલ, નરોડામાં પ્રાર્થના પરિસર અને હેવન હાઈટ્સ, વસ્ત્રાપુરમાં તક્ષશિલા એપાર્ટમેન્ટ, પ્રહલાદ નગરમાં સફળ પરીવેશ અને ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ટિવોલીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








