નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: રાજ્યના નગરો અને મહાનગરોમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા વિકરાળ બનતી જાય છે. ટ્રાફિક તેમજ પાર્કિંગની સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા પગલા લેવા છતાં સમસ્યા ઠેરના ઠેર છે. પાર્કિંગ માટે રેસીડેન્ટ અને કોમર્શિયલ ઈમારતો પાસેની જગ્યાઓ પણ ટૂંકી પડે છે. એવામાં આ સમસ્યાઓનો કોઈ તોડ શોધવા માટે રાજ્ય સરકાર(Gujarat Government) પણ કાર્યરત છે. ત્યારે હવે રાજ્ય સરકારે તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં (Town Planning Scheme) 1 ટકા જમીન પાર્કિંગ માટે રિઝર્વ રાખવાનો આદેશ કર્યો છે.
રાજ્ય સરકારે નગર અને મહાનગરોમાં પાર્કિંગની સમસ્યાને પહોંચી વળવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં હવેથી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં 1 ટકા જમીન પાર્કિગ માટે ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમ હવે ફરજિયાત થશે અને પાર્કિંગની જગ્યા ખુલ્લી રાખવાની રહેશે.
રાજ્ય સરકારની આજરોજ મળેલી બેઠકમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તમામ બિલ્ડીંગમાં પાર્કિંગની જગ્યા ફાળવવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય રેસીડેન્ટ અને કોમર્શિયલ ઈમારતોને લાગુ પડશે. આમ સરકારના આ નિર્ણયથી પાર્કિંગની સમસ્યામાં કેટલી રાહત રહેશે તે જોવું રહ્યું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








