નવજીવન અમદાવાદ: અમદાવાદમાં આગામી સમયમાં જીટીયુની યોજવાનારી ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ વધતાં નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે કોરોના કારણે ઓફલાઇન પરીક્ષા ન યોજવવા માટે પણ વિધાર્થીઓએ માગ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં 20 જાન્યુઆરીથી જીટીયુની બી.ઈની ઓફલાઇન પરીક્ષા યોજવાની હતી. આ પરીક્ષાને જીટીયુએ મોકૂફ કરી છે. વધતાં કોરોનાના કારણે પરીક્ષા મોકૂફ રાખી હોવાનું સામે આવ્યું છે. જો કે આગામી સમયમાં કોરોનાના કેસમાં ઘટાડા બાદ ઓફલાઇન કે પછી ઓનલાઈન પરીક્ષા લેવી તે અંગે નિર્ણય લેવામાં આવશે.
તાજેતરમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે શાળાઓમાં ધોરણ 1 થી 9માં ઓફલાઇન શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












