Sunday, April 26, 2026
HomeGujarat“પહેલા મતદાન, પછી લગ્ન”: અરવલ્લીમાં નવદંપતીનું પ્રેરણાદાયી પગલું

“પહેલા મતદાન, પછી લગ્ન”: અરવલ્લીમાં નવદંપતીનું પ્રેરણાદાયી પગલું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: જીવનનો સૌથી ખાસ દિવસ ગણાતા લગ્નના દિવસે પણ લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવવાનું અનોખું ઉદાહરણ અરવલ્લી જિલ્લાના મેઘરજમાં સામે આવ્યું છે. વરરાજા પાર્થ સુથાર અને દુલ્હન દિયા સુથારે પોતાના લગ્નના દિવસે સૌપ્રથમ મતદાન કરીને સમાજને પ્રેરણા આપી છે.

મળતી માહિતી મુજબ, લગ્ન માટે જાન ઘરે પહોંચી ચૂકી હતી અને પરિવાર-સગાંઓ ઉજવણીમાં વ્યસ્ત હતા. તેવા સમયે દંપતીએ વ્યક્તિગત પ્રસંગ કરતાં લોકશાહી ફરજને પ્રાથમિકતા આપી અને મતદાન મથક પર જઈ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો.

- Advertisement -

“પહેલા મતદાન પછી લગ્ન”ના સંકલ્પ સાથે નવદંપતીએ લોકશાહી પર્વને અનોખી રીતે ઉજવ્યો. દંપતીનું કહેવું છે કે મતદાન માત્ર અધિકાર નહીં પરંતુ દરેક નાગરિકની ફરજ છે અને જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસે પણ આ ફરજ નિભાવવી જરૂરી છે.

આ ઘટના માત્ર વ્યક્તિગત નિર્ણય નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક મજબૂત સંદેશ છે કે કોઈપણ પરિસ્થિતિમાં મતદાન કરવાનું ટાળવું નહીં. ખાસ કરીને યુવાનો અને પ્રથમવાર મતદાન કરનારાઓ માટે આ ઘટના પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.

સ્થાનિક સ્તરે પણ લોકો આ પગલાને વખાણી રહ્યા છે અને લોકશાહી પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ ઘટના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular