આસીફ કાદરી (નવજીવન ન્યુઝ. અમદાવાદ): સરકાર છેવાડાના માનવી સુધી વિકાસ અને સુવિધાઓ પહોંચાડ્યાના દાવા કરતી રહે છે.ત્યારે બીજી તરફ જે માછીમારો સરકારને 4500 કરોડનું વાર્ષિક હૂંડીયામણ રડી આપે છે છતાં તેમને લાઈટ, આરોગ્ય અને રહેવા માટે પાકા મકાનો જેવી પ્રાથમિક સુવિધા સરકાર આપી શકી નથી તેવી વિગતો મળી રહી છે.
વિગતો એવી છે કે, જખૌના (Jakhau) દરિયામાં લોબસ્ટર નામની કિંમતી માછલી મળી આવે છે જેની આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ માગ છે. જેના કારણે આ માછલીના માછીમારોને (Fisherman) સારા ભાવ મળે છે પરંતુ, જખૌ બંદર ખાતે લાઈટ ન હોવાના કારણે માછીમારો લોબસ્ટર માછલીને યોગ્ય રીતે અને સમયસર પેક કરી શકતા નથી. પરિણામે માછલીનો જથ્થો જે મહામહેનતે એકત્રિત કર્યો હોય તે ખબાર થઈ જાય છે અને માછીમારોની મહેનત પર પાણી ફરી વળે છે. વળી આ માછીમારોની સુવિધા માટે દરિયામાં જવાનું ટોકન ઓનલાઈન આપવાનું શરુ કર્યું છે પરંતુ જખૌ આસપાસ નેટવર્કના ધાંધીયા હોય માછીમારો 5 કિલોમીટર દૂર જઈ ટોકન લેવા મજબૂર બન્યા છે. આમ સરકારે આપેલી સુવિધા નેટવર્કના અભાવે માછીમારોને અભિશાપ જેવું લાગે છે.
આ અંગે જખૌ માછીમાર અને બોટ એસોસીએશનના પ્રમુખ અબ્દુલાશા પીરજાદાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિસ્તારોમાંથી માછીમારો માછીમારી કરવા માટે જખૌમાં આવતા હોય છે. પરંતુ પાયાની સુવિધાના અભાવે સ્થાનિકોની સાથે બહારથી આવતા માછીમારી કરતા શ્રમિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત સરકારને જે મત્સ્ય ઉદ્યોગ કરોડો રુપિયાનું હૂંડીયામણ કમાઈને આપે છે તેના વ્યવસાય સાથે જોડાયેલા માછીમારોની સ્થિતી હાલ બિસમાર બની છે. વાત કરીએ તો માત્ર જખૌ બંદરની તો વર્ષ 2022માં ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને સ્માર્ટ ઇન્ટિગ્રેટેડ ફીશ હાર્બર’માટે રુપિયા 121 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો બીજી તરફ માછીમારો હજુ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે અને જીવન નરક સમાન જોવા મળે છે.
જખૌની સ્થિતી અંગે વાત કરતા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કચેરી ભુજના અધિકારી મહેશ દાફડાએ જણાવ્યું હતું કે, હાલમાં ફિશરિઝ ડિપાર્ટમેન્ટ તરફથી શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ આગામી સમયમાં ફિશિંગ હાર્બરનો પ્રોજેક્ટ પૂર્ણ થયા બા જે કામગીરી બાકી છે તેને પણ પૂર્ણ કરવામાં આવશે. સાથે જ માછીમારોને વધુમાં વધુ સુવિધા મળે તે માટે અમારા દ્વારા પ્રયાસો કરવામાં આવશે. વાત રહી આરોગ્ય, મોબાઈલ કનેક્ટિવિટી અને લાઈટ જેવી બાબતોની તો તે અંગે જિલ્લા કક્ષાએ સંકલન બેઠકમાં સંલગ્ન વિભાગો સાથે ચર્ચાઓ કરી જાણ કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796