Saturday, May 23, 2026
HomeNationalતેલંગાણામાં એરફોર્સ ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલટના મૃત્યુ

તેલંગાણામાં એરફોર્સ ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલટના મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. તેલંગાણા: તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ થવાના સમાચાર છે. આ ઘટના તેલંગાણાના મેડક જિલ્લામાં બની હતી. દુર્ઘટના સમયે વિમાનમાં એક ટ્રેઈનર પાઈલટ અને ટ્રેઈની પાઈલટ હાજર હતા. આ અકસ્માતમાં બંને પાયલોટના મૃત્યુ થયા છે.

વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે, ટ્રેનર વિમાને તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી સવારે ઉડાન ભરી હતી. જે બાદ સવારે 8.55 વાગ્યે પ્લેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સામેલ વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. એરફોર્સે જણાવ્યું કે, ટ્રેનર એરક્રાફ્ટ રૂટીન ફ્લાઈટ પર હતું. આ દુર્ઘટનામાં બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનામાં કોઈ નાગરિક કે જાનમાલને નુકસાન થયું નથી. એરફોર્સે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

- Advertisement -

આ પહેલા જાન્યુઆરીમાં પણ ભારતીય વાયુસેનાના બે વિમાનો અકસ્માતનો ભોગ બન્યા હતા. મધ્યપ્રદેશના મોરેનામાં થયેલા આ અકસ્માતમાં ભારતીય વાયુસેનાના બે ફાઈટર પ્લેન ક્રેશ થયા હતા, જેમાં એક પાઈલટનું મૃત્યુ થયું હતું. આ વિમાનો રૂટિન ઓપરેશનલ ફ્લાઈંગ ટ્રેનિંગ મિશન પર પણ હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular