Monday, February 17, 2025
HomeGujaratખેડા સિરપકાંડના આરોપી યોગેશ સિંઘીની ફેકટરીમાં ખેડા પોલીસના દરોડા, બે ફરાર આરોપીઓને...

ખેડા સિરપકાંડના આરોપી યોગેશ સિંઘીની ફેકટરીમાં ખેડા પોલીસના દરોડા, બે ફરાર આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડા: Kheda News: ખેડામાં સિરપકાંડની ઘટના (Nadiad Syrup Tragedy) સામે આવતા હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સિરપકાંડમાં વધુ એક દર્દીનું મૃત્યુ થતાં કુલ મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે. સિરપકાંડ અંગે 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 3 લોકોની પોલીસે ધરપકડ કરી હતી અને વડોદરાના નીતિન કોટવાણી સહિત એનો સાગરીત ભાવેશ સેવકાણી ફરાર હતા. આ બને આરોપીને વડોદરા પોલીસે (Vadodara Police) આજે ઝડપી પાડ્યા છે. સિરપકાંડમાં 6 લોકોના મૃત્યુ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને મુખ્ય આરોપી યોગેશ સીંધીની ફેક્ટરીમાં પોલીસે સર્ચ ઓપરેશન કર્યું છે.

આ સર્ચ ઓપરેશનને લઈ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, યોગેશ સિંધીની ફેક્ટરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાયસન્સના આધારે તપાસ કરવામાં આવી છે. તપાસમાં કેટલાક લિક્વિડ પણ મળ્યા છે. તેને FSLમાં મોકલવામાં આવશે, આ ફેક્ટરીમાંથી કેટલાક ડોક્યુમેન્ટસ પણ મળી આવ્યા છે. ફુડ એન્ડ ડ્રગ્સ અને FSLના અધિકારીઓની હાજરીમા સંયુક્ત રીતે તપાસ ઓપરેશન કરવામાં આવ્યું છે. ફેક્ટરીમાંથી મળી આવેલી તમામ સામગ્રી ફૂડ એન્ડ ડ્રગ્સ અને FSLના અધિકારીઓની હાજરીમાં જપ્ત કરવામાં આવી છે. આ શંકાસ્પદ સામગ્રીનો ગુનાના ઉપયોગમાં લેવામાં આવ્યો છે કે નહીં તે FSLના રિપોર્ટ બાદ ખબર પડશે.

- Advertisement -

ફેક્ટરી મસાલા, બેવરેજીસ તેમજ અન્ય એક ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું એમ ત્રણ લાઇસન્સ છે. આ ફેક્ટરી 2021થી ચાલતી હતી અને તેમા સાત મજુરો કામ કરતાં હતા. સિરપકાંડના આરોપી યોગેશ સિંઘીની ઊંડાણપૂર્વક હાલ પુછપરછ ચાલી રહી છે.

સિરપકાંડમાં અગાઉ પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓનાં 11 ડિસેમ્બર સુધીનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ આ સમગ્ર મામલે SIT તપાસ ચલાવી રહી છે. સિરપકાંડમાં ફરાર નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણીને આજે વડોદરા પોલીસે ઝડપી પાડ્યા છે. નીતિન કોટવાણી અગાઉ ડુપ્લીકેટ સેનિટાઈઝરમાં પકડાઈ ચુક્યો હતો. હાલ સિરપકાંડના તમામ આરોપીઓ પોલીસ પકડમાં છે, હવે જોવાનું રહ્યું કે આ સિરપકાંડની તપાસમાં કઈ પ્રકારના ખુલાસા થાય છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular