Saturday, May 23, 2026
HomeGujaratવિરમગામમાં હેડકોન્સ્ટેબલે માગી બે લાખની લાંચ, ACBએ રંગેહાથ પકડ્યો

વિરમગામમાં હેડકોન્સ્ટેબલે માગી બે લાખની લાંચ, ACBએ રંગેહાથ પકડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વિરમગામ: Viramgam ACB Trap: અમદાવાદ ગ્રામ્ય હદમાં વિરમગામ (Viramgam) ટાઉન પોલીસ સ્ટેશનમાં જમીન વિવાદમાં એક અરજી કરવામાં આવી હતી. જેથી જેના વિરૂદ્ધમાં અરજી આવી હતી તેનું નિવેદન નોંધાવવા માટે હેડ કોન્સ્ટેબલ બાબુ પરમારે આરોપીને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. ત્યારબાદમાં તમારી વિરુદ્ધ ગુનો બને છે તેમ કહીને દમ માર્યો હતો અને પતાવટની વાત કરતા હેડ કોન્સ્ટેબલ વહીવટની વાત કરીને રૂપિયા બે લાખની લાંચ (Bribe) માગી હતી. આ રૂપિયા હોમગાર્ડ રિઝવાન મહમદ રફીક મેમણને આપી દેવાની વાત કરી હતી.

જેથી ફરિયાદીએ સમગ્ર બાબતની જાણ ACBમાં કરીને ફરિયાદ આપી હતી. જે ફરિયાદના આધારે ACBએ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં જ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન હેડકોન્સટેબલે બે લાખ રૂપિયા હોમગાર્ડ રિઝવાન રફીક મેમણને આપી દેવાનું જણાવતા હોમગાર્ડ લાંચના રૂપિયા લેતા ઝડપાઈ ગયો હતો. ACBએ બને આરોપીને ઝડપી પાડીને ડિટેઈન કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ACBમાં જાણ કરવામાં આવી હતી. ACBએ છટકું ગોઠવીને બન્ને આરોપીને લાંચ લેતા ધરપકડ કરી છે.

- Advertisement -

હેડકોન્સટેબલ ACBના હાથે ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગયો હતો. આ બે લાખ રૂપિયાના લાંચ પ્રકરણમાં માત્ર હેડ કોન્સટેબલ અને હોમગાર્ડની જ ભુમિકા હતી કે તેમાં કોઈ અન્ય પોલીસકર્મી અને અધિકારીની પણ ભાગ બટાઈ હતી તે પણ હવે ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular