નવજીવન. અમદાવાદઃ 31st ડિસેમ્બરના કારણે અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યુ હતુ. તેમ છતાં અમદાવાદનાં દરિયાપુર વિસ્તારમાં આવેલી વિજ્યા બેંકમાથી ચોર 9.75 લાખ રુપીયા ચોરીને ફરાર થઈ ગયા. આ અંગે બેંકના મેનેજરે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં વિજ્યા બેંકના મેનેજર અનિલ પટેલે જણાવ્યું હતું કે બેંકમા એક મેનેજર, બે ક્લાર્ક, એક કેશિયર, બે પટાવાળા અને એક વોચમેન એમ અમે 7 વ્યક્તિઓ નોકરી કરીએ છે. બેંકના બંને શટરની ચાવી બંને પટાવાળા પાસે રહે છે. સવારે કેશિયરની હાજરીમાં જ પટાવાળા લોક ખોલે છે અને સાંજે મારી હાજરીમાં લોક કરે છે.
30 તારીખે જ્યારે બેંક બંધ કરી ત્યાર પહેલા જ અમારી હાજરીમાં બેંકની કેશ ગણવામાં આવી હતી. તે સમયે બેંકમાં 1.60 કરોડ કેશ હતી. જેમાંથી મોટા દરની નોટો બેંકના લોકરમાં મુકવામાં આવી હતી. જ્યારે નાની નોટો લોકરની બાજુની તીજોરીમાં મુકવામાં આવી હતી. ત્યાર બાદ અમે બેંક બંધ કરીને નીકળ્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે પટાવાળા અવ્યા ત્યારે તેમણે શટરના તાળા તુટેલા જોઈને મને ફોન કર્યો હતો.
જ્યારે બેંક મેનેજર અનિલ પટેલે બેંકમાં આવીને જોયું તો જ્યાં નાની નોટો મુકી હતી તે તીજોરીમાં વચ્ચેનો ભાગ વળી ગયો હતો અને તેમાંથી 50ની નોટોમાં 9.75 લાખ રુપીયા ચોરાઈ ગયા હતા. જોકે લોકરમાં રહેલી મોટા ચલણની નોટોની ચોરી થઈ ન હતી. આ અંગે તેમણે પોલીસ કંટ્રોલને જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












