Wednesday, August 26, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના ગોમતીપુરમાં મ્યુનિસિપલ ક્વાટર્સનો ભાગ તૂટ્યો, રિ-ડેપલમેન્ટ કરવા સ્થાનિકોની માગ

અમદાવાદના ગોમતીપુરમાં મ્યુનિસિપલ ક્વાટર્સનો ભાગ તૂટ્યો, રિ-ડેપલમેન્ટ કરવા સ્થાનિકોની માગ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) ગઈકાલથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે ગોમતીપુરમાં (Gomtipur) ઈમારતનો ભાગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરમાં સતત બીજા દિવસે ઈમારતનો ભાગ તૂટવાની ઘટના બની છે. ગઈકાલે પણ મણીનગર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાટર્સની ગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની હતી.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં આવેલા સાળંગપુર બ્રિજ પાસેના ક્વાટર્સનો કેટલોક ભાગ વહેલી સવારે ધરાશાયી થયો હતો. મ્યુનિસિપલ ક્વાટર્સમાં સીડી પાસેનો ભાગ ધરાશાયી થયો છે. સીડી પાસેનો ભાગ ધરાશાયી થતાં ત્રીજા અને ચોથાના માળના 30 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સીડી પાસેનો ભાગ ધરાશાયી થતાં ક્વાટર્સમાં રહેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ફાયર વિભાગે ધરાશાયી થયેલા ક્વાટર્સમાંથી તમામને સલામત રીતે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. આ બનાવ બાદ લોકો પોતાનો સામાન લઈને ઘર ખાલી કરી રહ્યા છે. આ ક્વાટર્સમાં 70 વર્ષ જૂના મકાનો છે. જેની હાલત ખૂબ જર્જરિત છે. જે ક્વાટર્સનો ભાગ ધરાશાયી થયો છે તે સી બ્લોકમાં 32 મકાનો આવેલા છે. જે તમામ મકાનોની હાલત જર્જરીત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ ક્વાટર્સ ખૂજ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, છેલ્લા 25 ક્વોટર્સની આવી હાલત છે. વારંવાર કોર્પોરેશનના કમિશનર અને ગુજરાતના મુખ્યમંત્રીને ક્વાટર્સ રિ-ડેવલપમેન્ટ કરવા માટે પત્ર આપેલા છે. એક મહિના અગાઉ પણ મ્યુનિસિપલ કમિશનર અને જે તે વિભાગના અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં સંતોષકારક કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો. અહીં સફાઈકામદારો રહે છે. જે જીવના જોખમે છેલ્લા કેટલાક વર્ષોથી રહી રહ્યા છે. અત્યારે અધિકારીઓ પણ ઉપર જતાં ડરી રહ્યા છે. તો અમે કઈ રીતે અહીં રહેતા હોઈશું તે વિચારવા જેવું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular