Saturday, June 3, 2023
HomeGeneralઅમદાવાદ - વડોદરા એક્સ્પ્રેસ હાઇવે: લક્ઝરી બસ ભડકે બળી, મુસાફરો જીવ બચાવવા...

અમદાવાદ – વડોદરા એક્સ્પ્રેસ હાઇવે: લક્ઝરી બસ ભડકે બળી, મુસાફરો જીવ બચાવવા બારીમાંથી છલાંગ લગાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ વડોદરા એક્સ્પ્રેસ હાઇવે પર મોડી રાત્રે ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. એક્સ્પ્રેસ હાઇવે પર પેસેન્જર ભરેલી બસમાં નડિયાદ પાસે આગ લાગી હતી. જો કે આગ લાગવતા અફરાતફરીના દ્રશ્ય સર્જાયા હતા. પેસેન્જરોએ જીવ બચવા બારીમાંથી કૂદીને બસની બહાર નીકળ્યા હતા.



પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ વડોદરા એક્સ્પ્રેસ હાઇવે પરથી મોડી રાત્રે ખાનગી કંપનીની ટ્રાવેલ્સ બસ મુસાફરોને લઈને અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી. તે દરમિયાન નડિયાદ પાસે અચાનક બસ આગ લાગી હતી. આગ લાગતાં બસના ડ્રાઈવર અને કંડકરે મુસાફરોને રામ ભરોશે મૂકીને ભાગી ગયા હતા. આ બસમાં અંદાજિત 20 જેટલા મુસાફરો હતા. જો કે સદનસીબે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ફાલકન ટ્રાવેલ્સની લકઝરી બસ નં. જીજે 36 ટી 9997 બસમાં આગ લાગવાની જાણ થતાં જ એક્સપ્રેસ હાઇ-વે પેટ્રોલિંગની ટીમે અમદાવાદથી વડોદરા તરફ જતો હાઇવે 1 કલાક સુધી બંધ કર્યો હતો અને નડિયાદ ફાયર બ્રિગેડને આગ અંગે માહિતી આપી હતી. ફાયર ફાઈટરને આગ અંગે માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. બસમાં આગ લાગતાં મુસાફરો જીવ બચાવવા બસની બારીમાંથી બહાર છલાંગ લગાવી હતી તો કેટલાક દરવાજાથી બહાર નીકળ્યા હતા. આગના કારણે મુસાફરોનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. બસમાં આગ લાગવાનુ પ્રાથમિક તારણ શોર્ટસર્કિટ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular