Monday, June 1, 2026
HomeGeneralઅમદાવાદ: ખોખરા રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી

અમદાવાદ: ખોખરા રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગ, સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરાતફરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલી રાયપુર ભજીયા હાઉસ દુકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતાં અફરાતફરીના દ્રશ્ય સર્જાયા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયરની 8 ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.



ખોખરામાં આવેલી રાયપુર ભજીયા હાઉસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ વિકરાળ બનતા આસપાસની દુકાનોને પણ આગની ચપેટમાં આવી ગઈ હતી. આ બનાવના પગલે લોકોના ટોળાં એકત્રિત થઈ ગઈ ગયા હતા. જો કે આગ લાગી હતી તે દરમિયાન અચાનક જ એક મોટો વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ થતાં લોકોમાં પણ દોડધામ મચી ગઈ હતી. આ બ્લાસ્ટ ગેસના સિલિન્ડર કારણે થયો હોવાનું અનુમાન લાગવવામાં આવી રહ્યું છે. આ બ્લાસ્ટના દ્રશ્ય કેમેરાના કેદ થયા છે. જેનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર, રાયપુર ભજીયા હાઉસમાં ગેસ લીક અને એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઉપરાંત દુકાન પાસેથી પસાર થતી અદાણી ગેસની પાઇપલાઇનમાં પણ લીકેજ થઈ રહ્યું હતું. જેથી ગેસની પાઇપલાઇનને બંધ કરવામાં આવી હતી. આ બનાવને પગલે ફાયરબ્રિગેડની 8 ગાડીઓ એક કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

- Advertisement -





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular