Friday, November 8, 2024
HomeGujaratઅમદાવાદ: ગરીબ અને મધ્યમવર્ગના લોકોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ ફરી એકવાર શરૂકરાઈ

અમદાવાદ: ગરીબ અને મધ્યમવર્ગના લોકોની જીવાદોરી સમાન વી.એસ. હોસ્પિટલ ફરી એકવાર શરૂકરાઈ

- Advertisement -

જયંત દાફડા.નવજીવન: અમદાવાદના લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે જીવાદોરી સમાન ગણાતી વી.એસ. હોસ્પિટલ ફરી એકવાર શરૂ થઈ છે. વી.એસ. હોસ્પિટલમાં 13 સુપર સ્પેશ્યાલિટી OPD શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં 50થી વધુ નિષ્ણાંત ડૉક્ટર્સની નિમણૂંક થઈ છે. આ સાથે ટૂંક જ સમયમાં વી.એસ. હોસ્પિટલનું રિનોવેશન પણ કરવામાં આવશે. વી.એસ. હોસ્પિટલમાં સુપર સ્પેશ્યાલિટી OPD સાથે 65 લાખના ખર્ચે બનેલા પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું.



સોમવારે વી.એસ. હોસ્પિટલની નવી સુપર સ્પેશિયાલિટી OPDનું મેયર કિરીટ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના હોદ્દેદારો અને વી.એસ. હોસ્પિટલના વ્યવસ્થાપક મંડળના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત વી એસ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં નેસ્લે ઇન્ડિયા કંપની દ્વારા આપવામાં આવેલી ઓક્સિજન ટેન્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેની કિંમત અંદાજે 65 લાખ છે. ઓક્સિજન પ્લાન્ટ શરૂ થતાં વધુ 50 દર્દીઓના બેડ સાથે હવે 380 ઓક્સિજન બેડની સેવા મળી રહેશે. જેમાં લકવા, કેન્સર, પેટ સંબંધી, મૂત્રાશય અને હૃદયરોગ જેવા રોગોના દર્દીઓને વિનામૂલ્યે નિદાનનો લાભ મળી રહેશે. આખી વી.એસ. હોસ્પિટલને રૂ.100 કરોડથી વધુના ખર્ચે નવી બનાવવામાં આવશે. તે ઉપરાંત બાપુનગરની શારદાબેન હોસ્પિટલ અને મણિનગર ખાતે આવેલી એલ.જી હોસ્પિટલનું પણ નવિનીકરણ કરવામાં આવશે.

- Advertisement -





અત્રે ઉલ્લેખનીય છે કે જૂની વી.એસ હોસ્પિટલના નવીનીકરણ બાદ SVP હોસ્પિટલ બનતા જૂની વી.એસ. હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ મહામારીની બીજી લહેર દરમિયાન શહેરમાં એકાએક કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધતા બંધ કરેલી જૂની વી.એસ હોસ્પિટલનો સહારો લેવાની જરૂર પડી હતી અને વી.એસ હોસ્પિટલને તાત્કાલિક કોવિડ કેર હોસ્પિટલ તરીકે કાર્યરત કરવામાં આવી હતી.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular