Thursday, July 9, 2026
HomeGujaratઅમરેલીના જાફરાબાદમાં ગામમાં ઘૂસ્યા બે સિંહ, સિંહોએ તરાપ મારતા પશુઓમાં અફડાતફડી; સીસીટીવી...

અમરેલીના જાફરાબાદમાં ગામમાં ઘૂસ્યા બે સિંહ, સિંહોએ તરાપ મારતા પશુઓમાં અફડાતફડી; સીસીટીવી ફૂટેજ વાયરલ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમરેલીઃ અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામમાં બે સિંહો ઘૂસી આવતા ભયનો માહોલ સર્જાયો હતો. શિકારની શોધમાં ગામમાં પ્રવેશેલા બે સિંહોના કારણે ગામમાં પશુઓમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સિંહોએ પ્રાણીઓ પર તરાપ મારતા દોડાદોડ થઈ ગઈ હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

મળતી માહિતી મુજબ, શિકારી સિંહોને જોઈ પશુઓમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. સિંહોએ પશુઓનો પીછો કરતા દોડ લગાવી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

- Advertisement -

સામે આવેલી વિગતો મુજબ, બે સિંહોએ ગામમાં એક પશુનો શિકાર પણ કર્યો હતો અને ત્યારબાદ ત્યાં જ મિજબાની માણી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ગામમાં સિંહોની અવરજવર અને પશુઓનો પીછો કરતા દૃશ્યોના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular