Saturday, May 30, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદનો TRB જવાન નકલી કાર્ડ બનાવી મેચ જોવા પહોંચ્યો, DCP સફિન હસને...

અમદાવાદનો TRB જવાન નકલી કાર્ડ બનાવી મેચ જોવા પહોંચ્યો, DCP સફિન હસને ID ચેક કરતાં ભાંડો ફુટ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ હાલ દેશભરમાં IPLનો માહોલ છવાયેલો છે. તેવામાં અમદાવાદના મોટેરા સ્ટેડિયમ (Ahmedabad Motera Stadium) ખાતે સીઝનની સાત જેટલી મેચનું આયોજન કરવામાં આવતા અમદાવાદીઓમાં આનંદો જોવા મળ્યો હતો. ત્યારે સ્ટેડિયમમાં લાઈવ મેચ જોવાના અભરખામાં અમદાવાદના એક TRB જવાનને ભારે પડ્યું છે. TRB જવાન મેચ જોવા માટે TRBનું ખોટું આઈકાર્ડ બનાવીને સ્ટેડિયમ પર પહોંચ્યો હતો. જ્યાં ટ્રાફિક DCP સફિન હસન (DCP Safin Hasan) ની ટીમના હાથે ઝડપાઈ ગયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદમાં ગત 25 એપ્રિલના રોજ મોટેરા સ્ટેડિયમમાં IPLની મેચ હોવાથી ટ્રાફિક DCP સફિન હસન અને તેમની ટીમ સ્ટેડીયમમાં બંદોબસ્ત માટે સ્ટેડીયમના મેઈન ગેટ પર હાજર હતી. આ દરમિયાન એક વ્યક્તિ આવ્યો અને પોતે સ્ટાફનો માણસ હોવાનું કહીને સ્ટેડિયમમાં અંદર મેચ જોવા જવા દેવા માટે TRBનું આઈ કાર્ડ બતાવ્યું હતું. આ વાતની જાણ થતાં ત્યાં હાજર DCP સફીન હસનને TRBનું આઈ કાર્ડ જોતા જ શંકા ગઈ હતી અને TRB જવાનની પુછપરછ કરી હતી.

- Advertisement -

પોલીસ પુછપરછમાં TRB જવાનનું નામ વિશાલ પટણી હોવાનું સામે આવ્યું હતું. TRB જવાને આ આઈ કાર્ડ દિલ્હી ચકલા વિસ્તારમાં આવેલા માનવ પ્રીન્ટ નામની દુકાને કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. ટ્રાફિક DCP સફિન હસને આઈ કાર્ડ શંકાસ્પદ લાગતા આ અંગેની જાણ માધુપુરા પોલીસ સ્ટેશનને કરી હતી. જેથી પોલીસે માનવ પ્રિન્ટના માલિક રિતેષ સોલંકીની પુછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, TRB જવાન આઈ કાર્ડ તૈયાર કરીને આવ્યો હતો અને તેનું કલર પ્રિન્ટ અને લેમિનેશન કરાવ્યું હતું. પ્રિન્ટના માલિકે કોઈપણ નિમણૂક પત્ર કે અધિકૃત લેટર વગર આઈકાર્ડ બનાવી આપતા માધાપુર પોલીસે TRB જવાન વિશાલ અને પ્રિન્ટ દુકાનના માલિક રિતેષ સામે ગુનો દાખલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, TRB જવાનને કોઈપણ પ્રકારના આઈ કાર્ડ આપવામાં આવતા નથી. તેમ છતાં TRB જવાને નકલી આઈ કાર્ડ બનાવીને તેનો દુરઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular