Saturday, April 27, 2024
HomeGujaratજેલનો સિપાહી બેરેકમા આવ્યો, તે નજીક આવે તે પહેલા લતીફ સમજી ગયો...

જેલનો સિપાહી બેરેકમા આવ્યો, તે નજીક આવે તે પહેલા લતીફ સમજી ગયો તેના ચહેરા ઉપર ખુશી આવી

- Advertisement -

લતીફ ભાગ-43: સગીર અહેમદ Sagir Ahmed પોતાની હત્યા થશે તેવી દહેશત ક્રાઈમ બ્રાન્ચ Crime Branch સામે લેખિતમાં વ્યક્ત કરી ચુક્યો હતો અને તેણે પોતાની અરજીમાં લતીફ Latif તરફથી ધમકી મળી હોવાનો પણ એકરાર કર્યો હતો. લતીફ Latif ભલે જેલ JAil માં હતો પણ આ હત્યા તેના દ્વારા જ કરવામાં આવવામાં આવી હોવાની પુરી શક્યતા હતી. સવારે જ્યારે લતીફ Latif ને જેલ Jail માં સમાચાર મળ્યા ત્યારે તે સમાચાર સાંભળી મરક હસ્યો હતો. તેની બેરેકમાં રહેલા તેના સાથીઓ પણ સમજી ગયા હતાં, સગીર Sagir ની હત્યા ભાઈએ જ કરાવી છે. તેઓ ભાઈ અંગે બહુ અભિમાન રાખતા હતાં કે તેમને ભાઈ જેલ Jail માં રહીને પણ કોઈની ગેમ કરાવી શકે છે. આખો દિવસ લતીફ Latif બહુ ખુશ હતો પણ મોડી સાંજે બેરેક બંધ થવાના સમયે એક જેલ Jail સિપાઈ લતીફ Latif ના કાનમાં આવી કઈક કહી ગયો, તે સાંભળી લતીફ Latif બહુ બેચેન થઈ ગયો હતો. તેના ચહેરા ઉપરની ચિંતા તેના સાથીઓ પણ જોઈ શકતા હતાં.



સગીર Sagir ની હત્યા અંગે સ્થાનિક પોલીસ Police માં ગુનો નોંધાયો હતો પણ મીટિંગનો દોર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં શરૂ થયો હતો. જોઈન્ટ પોલીસ કમિશનર Joint Commissioner of Police બી. જે. ગઢવી b. J. Gadhvi, ડેપ્યુટી પોલીસ કમિશનર Deputy Commissioner of Police એ. કે. સુરોલીયા AK Surolia સહિતના ચેમ્બરમાં એક પછી એક અધિકારીઓ આવતા હતાં. સગીર Sagir ની હત્યા સુપારી કિલિંગ હતું પણ લતીફ Latif કોને સોપારી આપી શકે? લતીફ Latif નું કામ કોણ લઈ શકે? હાલમાં ક્યા ક્યા કોન્ટ્રાક્ટ કિલર બહાર છે તેની તપાસમાં ઈન્સપેક્ટર તરૂણ બારોટ Tarun Barot લાગી ગયા હતાં. ત્યારે મોબાઈલ ફોનનો યુગ નહીં હોવાને કારણે બધી ઈન્ફરમેશન માટે હ્યુમન ઈન્ફરમેશન ઉપર જ આધાર રાખવો પડતો હતો. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના બાતમીદારો પણ સાહેબની સુચના મળતા માહિતી એકત્ર કરવાના કામે લાગી ગયા હતાં.

રાજકિય ક્ષેત્રમાં શાંતિ હતી પણ શંકરસિંહ Shankarsinh બાપુ વ્યથીત હતાં. સગીર તેમનો માણસ હતો. જો શંકરસિંહ Shankarsinh પોતાના માણસને બચાવી શકે નહીં તો તેમની સાથે કોણ રહે તેવો પણ પ્રશ્ન ઉભો થાય. સગીર Sagir ના મૃત્યુ પછી ખાસ કરી મુસ્લિમોમાં ડરનો માહોલ ઉભો થયો હતો. હવે લતીફ Latif ને પૈસા આપવાની ના પાડનાર મુસ્લિમોને પણ લતીફ Latif મારી શકે છે તેવી લાગણી ઉદ્દભવી હતી. જે મુસ્લિમો લતીફ Latif ને કોમના નેતા તરીકે જોતા હતાં તે જ મુસ્લિમોને હવે લતીફ Latif નો ડર લાગવા માંડ્યો હતો. સગીર Sagir ના મૃત્યુ પછી બાપુ સગીર Sagir ના ઘરે પહોંચ્યા હતા, તે મુખ્યમંત્રી CM ન્હોતા, છતાં તેમનો દબદબો મુખ્યમંત્રી કરતા પણ વધારે હતો. બાપુ Bapu સગીર Sagir ના ઘરે આવ્યા છે તેવી જાણકારી મળતા સિનિયર પોલીસ અધિકારીઓ પણ ત્યાં દોડી આવ્યા હતાં. બાપુ Bapu સગીર Sagir ના ઘરે બેઠા ત્યારે શાંત હતા, તેઓ કઈ બોલ્યા નહીં, પણ જતી વખતે પરિવારજનોના માથે હાથ મુકી કહ્યુ હું છું, ચિંતા કરતા નહીં. બાપુ Bapu આટલી વાતમં ઘણું કહી ગયા હતાં.



સગીર Sagir ના ઘરની બહાર નિકળી બહાર ઉભા રહેલા પોલીસ અધિકારી Police Officer ઓ સાથે તેમણે એક ખુણામાં જઈ કંઈક વાત કરી. પોલીસ અધિકારી Police Officer ઓ માત્ર સર સર કહી જવાબ આપતા હતા, પણ ત્યાં હાજર અન્ય કોઈને ખબર પડી નહીં કે બાપુ Bapu એ અધિકારીઓને શુ કહ્યુ. બપોર સુધીમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે Ahmedabad Crime Branch પોતાની પાસે રહેલી સગીર Sagir ની અરજી અન્ય પુરાવાઓને સામેલ કરી ગૃહ વિભાગ Department of Home Affairs ને એક વિગતવાર પત્ર અમદાવાદ પોલીસ કમિશનર Ahmedabad Police Commissioner મારફતે મોકલી આપ્યો હતો. જેમાં તેમણે લતીફ Latif ઉપર લગાવવામાં આવેલી ક્રિમિનલ Criminal પ્રોસિઝર કોડની 268ની કલમ હટાવવાની માગણી કરી હતી. આ કલમ જેની ઉપર લાગેલી હોય તે કેદીને જેલ Jail ની બહાર કાઢવા હોય તો કલમ હટાવવાની સત્તા માત્ર ગૃહ વિભાગ પાસે જ છે. અને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch લતીફ Latif ને જેલ Jail બહાર લાવી સગીર Sagir હત્યા પ્રકરણમાં પૂછપરછ કરવા માગતી હતી.

- Advertisement -

લતીફ Latif ખુદ તેવું માનતો હતો કે તેની હાજરી તો સાબરમતી જેલ Sabarmati Jail માં છે, પોલીસ ક્યારેય એવું કોર્ટમાં સાબિત કરી શકશે નહીં કે આ હત્યા તેણે કરાવી છે. પરંતુ તેને કલ્પના ન્હોતી કે પોલીસ તેને 268ની કલમ હટાવી જેલની બહાર લઈ જશે. લતીફ Latif ને બેરેક બંધ થતી વખતે જેલ Jail સીપાઈએ જે વાત કરી તે આ જ હતી કે તેને ખબર પડી ગઈ હતી કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તેને જેલની બહાર લઈ જવા માગે છે. લતીફ Latif પોતાની માટે જેલને સૌથી વધુ સલામત જગ્યા સમજતો હતો પણ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તેને હવે જેલ JAil માં રહેવા દેવા માગતી ન્હોતી.



તે રાત્રે લતીફ Latif જેલ Jail માં સુઈ શક્યો ન્હોતો. તે હોશિયાર Smart હતો, તેને આવનાર તોફાનનાં એંધાણ મળી ગયા હતા, પણ તે મનોમન એવું ઈચ્છતો હતો કે તે માની રહ્યો છે તેવુ તેની જીંદગીમાં ક્યારેય થાય નહીં. તે જ રાત્રે ગૃહ વિભાગ Department of Home Affairs ના ગૃહ સચિવ Home Secretary રામરખીયાણી Ramrakhiyani ના ટેબલ ઉપર એક ફાઈલ આવી, જે અમદાવાદ પોલીસ કમિશનર Ahmedabad Police Commissioner તરફથી મોકલવામાં આવી હતી. જો કે ફાઈલ તેમના ટેબલ ઉપર આવતા પહેલા મુખ્યમંત્રી દિલીપ પરીખ CM Dilip Parikh ની તેમજ અમદાવાદ પોલીસ કમિશનર Ahmedabad Police Commissioner ની ઓફિસમાંથી ફોન આવી ગયો હતો. તેના કારણે ફાઈલમાં મુકવામાં આવેલી નોંધથી તેઓ પહેલાથી વાકેફ હતાં. જેના કારણે ફાઈલ જેવી તેમના ટેબલ ઉપર મુકાઈ તેની સાથે તેમણે ફાઈલ વાંચ્યા વગર તેની ઉપર પોતાની સહિ કરી દીધી હતી. સહી થતાં લતીફ Latif સામે લાગેલી 268 ની કલમ રદ થઈ હતી. જો કે માત્ર 268 હટ્યા પછી લતીફ Latif ને જેલની બહાર લાવી શકાતો ન્હોતો કારણ લતીફ Latif જ્યુડિશિયલ કસ્ટડી Judicial custody માં હતો. હજી કોર્ટની મંજૂરી લેવાની બાકી હતી.

(ક્રમશઃ)


PART – 42 | લતીફ સામે અરજી કરવા કોઇ ત્યાર ન્હોતું, તરુણ બારોટે ગુસ્સામાં કહ્યુ ક્યા સુધી લતીફનો ત્રાસ સહન કરશો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular