Monday, September 9, 2024
HomeGujaratલતીફ લેવા ક્રાઇમ બ્રાન્ચ જેલમા આવી, લતીફ ને અંદાજ આવી ગયો હવે...

લતીફ લેવા ક્રાઇમ બ્રાન્ચ જેલમા આવી, લતીફ ને અંદાજ આવી ગયો હવે તે પાછો નહિ ફરે, તેણે છેલ્લી નજરે સાથીઓ સામે જોયુ

- Advertisement -

લતીફ ભાગ-44: ગૃહ સચિવ Home Secretary રામરખીયાણી Ramrakhiyani એ લતીફ Latif ને જેલ Jail ની બહાર કાઢવાની મંજુરી આપ્યા પછી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch નો લતીફ Latif ને બહાર કાઢવાનો અર્ધો માર્ગ મોકળો થયો હતો, પણ લતીફ Latif ના પરિવાર Family ને પોલીસની કાર્યવાહી અંગે શંકા જતી હતી. તેમણે અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ Ahmedabad Police Control Room સહિત તમામ સંભવિત એજન્સીઓને ફેકસ કરવાની શરૂઆત કરી હતી. લતીફ Latif ના પરિવારે શંકા વ્યક્ત કરી હતી કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તેને બહાર લાવી કહેવાતી અથડામણમાં તેનું બનાવટી એન્કાઉન્ટર Encounter કરી નાખશે. આવુ ખાલી લતીફ Latif નો પરિવાર જ માનતો હતો તેવુ ન્હોતુ, જેલ Jail માં રહેલો ખુદ લતીફ Latif પણ માની રહ્યો હતો કે હવે તેનો અંત નજીક આવ્યો છે. લોકોને ડરાવતો અને રડાવતો લતીફ Latif ધ્રુજી ગયો હતો, પણ તે ગેંગનો ભાઈ હોવાને કારણે તે પોતાના આંસુ રોકી રહ્યો હતો. ગૃહ સચિવ Home Secretary ની મંજુરી મળતા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના અધિકારીઓ સીધા કોર્ટમાં પહોંચ્યા હતા. તેમણે પોતાની પાસે રહેલા પુરાવા અને ગૃહ વિભાગ તરફથી મળેલી મંજુરી રજુ કરી લતીફ Latif ને પોલીસ કસ્ટડીમાં સોંપવા માટેની માગણી કરી હતી. થોડીક મીનિટ સુધી બંન્ને પક્ષકારોએ પોતાની દલીલ કોર્ટ સામે મુકી હતી. લતીફ Latif પક્ષે હાજર વકિલની દલીલ હતી કે લતીફ Latif ને જેલની બહાર લાવ્યા વગર પણ પોલીસ જેલમાં જઈ તેને પૂછપરછ કરી શકે છે.




કોર્ટે Court તમામ આધાર પુરાવા ધ્યાનમાં લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચની અરજી માન્ય રાખી અને જેલમાં રહેલા લતીફ Latif ને પોલીસ કસ્ટડીમાં લેવાની મંજુરી આપી હતી. કોર્ટમાંથી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની એક ટીમ સીધી સાબરમતી જેલ Sabarmati Jail જવા રવાના થઈ હતી. જો કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના અધિકારીઓ જેલ ઉપર પહોંચે તે પહેલા લતીફ Latif ને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch તેને જેલ ઉપર લેવા આવી રહી છે, તેની જાણકારી મળી ગઈ હતી. તે ખુબ જ બેચેન હતો, તે ઉભો થયો અને બેરેકમાં રહેલા ગેંગના એક એક સભ્યોને ગળે વળગી અલવીદા કહી રહ્યો હતો. જાણે આ તેમની વચ્ચેની છેલ્લી મુલાકાત હતી. તે ડૉન હતો પણ આજે તેને મૃત્યુનો ડર લાગી રહ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch જેલ Jail ઉપર પહોંચી તેમણે પોતાની પાસે રહેલા કોર્ટ ઓર્ડરને જેલ અધિકારીને સુપ્રત કર્યા. જેલ Jail ની કાર્યવાહી પુરી થતાં સાંજના 5 વાગી ગયા હતાં. પોલીસ અધિકારીઓ લતીફ Latif ને લઈ જેલ Jail ના લોંખડી દરવાજા બહાર નિકળ્યા ત્યારે તે એક ક્ષણ ઉભો રહ્યો અને તેણે ખુલ્લા આકાશ તરફ જોયુ, ખબર નહીં ત્યારે તે શુ વિચારતો હતો.

- Advertisement -

લતીફ Latif ને પોલીસ વાહનમાં બેસાડી પોલીસ કાફલો અમદાવાદ Ahmedabad ની ગાયકવાડ Gaikwad હવેલીમાં આવેલી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch જવા નિકળ્યો. પોલીસના 3 વાહનો કતારબદ્ધ ચાલતા હતાં. વચ્ચેની પોલીસ Police વાનમાં લતીફ Latif બેઠો હતો, તેની બંન્ને તરફ પોલીસવાળા બેઠા હતા, તે લતીફ Latif સામે જોઈ રહ્યા હતા, પણ લતીફ Latif ની નજર બારી બહાર હતી. જાણે તે છેલ્લી વખત પોતાના શહેરને જોઈ લેવા માગતો હતો, તે ખુબ જ શાંત હતો, પોલીસવાન Police Van માં કોઈ પણ કોઈની સાથે કંઈ પણ વાત કરતા ન્હોતા. પોલીસનો કાફલો આરટીઓ RTO સર્કલ થઈ સુભાષબ્રીજ Subhash Bridge તરફ આગળ વધ્યો, રસ્તો બરાબર હતો, ત્યાંથી દિલ્હી દરવાજા Delhi Darwaja થઈ શહેરની મધ્યમાંથી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch જવાનું હતું પણ પોલીસ કમિશનર કચેરી Office of the Commissioner of Police વટાવ્યા પછી એકાદ કિલોમીટર પછી બધા વાહનો જમણી તરફ યુ ટર્ન લઈ વળ્યા, લતીફ Latif સમજ્યો નહીં, તે શહેરની ભુગોળથી વાકેફ હતો, તેને આમ કેમ થઇ રહ્યું છે તેની ખબર પડી નહીં, તેણે પોલીસવાળા સામે પ્રશ્નાર્થ નજરે જોયુ, પણ કોઈ કંઈ બોલ્યુ નહીં એટલે તેણે બારીની બહાર જોયુ તો પોલીસના વાહનો એક કેમ્પસમાં દાખલ થયા તેની ઉપર સરકારી ગેસ્ટ હાઉસ Guest House તેવુ લખેલુ હતું. લતીફ Latif ના ધબકારા વધી ગયા. તેને સરકારી ગેસ્ટ હાઉસમાં કેમ લાવ્યા તેની ખબર પડી નહીં.



પણ કેમ્પસમાં દાખલ થતાં વાહનો અટક્યા અને તેની સાથે રહેલા પોલીસવાળાએ તેને નીચે ઉતરવાની સુચના આપી, તે બહાર આવ્યો તેણે જોયુ તો સરકારી ગેસ્ટ હાઉસ Government Guest House ના મોટા બિલ્ડિંગ બહાર પોલીસની લાલ લાઈટવાળી 2-3 કાર પડી હતી. જો કે કાર કોની હતી તેની તેને ખબર ન્હોતી, પણ કોઈ ઉચ્ચ અધિકારી હતા એટલુ તેને સમજાઈ ગયુ. તે પોલીસવાળા સાથે ચાલવા લાગ્યો અને એક રૂમમાં પોલીસવાળા લઈ ગયા, ત્યાં એક અધિકારી યુનિફોર્મમાં હતા અને બીજા સિવિલ કપડામાં હતાં. લતીફ Latif તેમની સામે જોવા લાગ્યો. જો કે લતીફ Latif યુનિફોર્મવાળા અધિકારીને ઓળખી ગયો, તે અમદાવાદના પોલીસ કમિશનર Ahmedabad Police Commission પી. નામુદ્રીપાદ P. Namudripad હતા, જ્યારે બીજા કોણ હતા, તેની તેને ખબર ન્હોતી, પણ તે ગૃહ સચિવ રામ રખીયાણી Home Secretary Ram Rakhiyani હતાં. જે પોલીસવાળા લતીફ Latif ને રૂમમાં લઈ આવ્યો તેણે લતીફ Latif ને નીચે બેસવાનો ઈશારો કર્યો. એક સમયના ડૉનના ચહેરા ઉપર લાચારી હતી, તે ચુપચાપ પલાઠીવાળી નીચે બેસી ગયો. પોલીસ કમિશનર Police Commission નામુદ્રીપાદે Namudripad પોલીસ વાળા સામે જોયુ, તે સમજી ગયો , તે સર કહી તરત રૂમમાંથી બહાર નિકળ્યો, જતા તેણે રૂમમાં દરવાજો આડો કર્યો.



હવે રૂમમાં પોલીસ કમિશનર Commissioner of Police , ગૃહ સચિવ Home Secretary અને લતીફ Latif સિવાય કોઈ ન્હોતુ. આ બંન્ને અધિકારીઓ લતીફ Latif સાથે 1 કલાક વાત કરી પણ હજી કોઈને ખબર નથી કે તેઓ લતીફ Latif ને કઈ બાબત પુછવા માગતા હતા અથવા એવા ક્યા રહસ્યો લતીફ Latif પાસે હતા જેની તેમને જાણકારી જોઈતી હતી. આ બંન્ને અધિકારીઓ જાણતા હતાં કે હવે લતીફ Latif તેમની સામે કંઈ ખોટુ બોલશે નહીં અને છુપાવશે નહીં. 1 કલાક સુધી તેમણે લતીફ Latif સાથે વાત કરી હતી. 1 કલાક પછી પોલીસ કમિશનર Commissioner of Police અને ગૃહ સચિવ Home Secretary રૂમની બહાર નિકળ્યા. કમિશનરે બહાર ઉભા રહેલા પોલીસ અધિકારીને સુચના આપી કે લતીફ Latif ને લઈ જાવ, લતીફ Latif રૂમની બહાર નિકળ્યા ત્યારે અંધારૂ થઈ ગયુ હતું, ઠંડી પોતાનું પણ કામ કરી રહી હતી, સ્ટ્રીટ લાઈટો Street lights ચાલુ થઈ ગઈ હતી, પોલીસના કાફલો દિલ્હી દરવાજા Delhi Darwaja થઈ સાંજના ટ્રાફિક વચ્ચે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch જવા રવાના થયો. રસ્તામાં એક નાના ચાર ચાર રસ્તા આવે છે જેને દિલ્હી ચકલા Delhi Chakla કહેવામાં આવે છે. તે ચાર રસ્તા ઉપર વાહનોના ટ્રાફિકને કારણે થોડા ધીમા પડ્યા ત્યારે લતીફે Latif ડાબી તરફ રસ્તા સામે જોયુ તે રસ્તો તેના ઘર અને અડ્ડા પોપટીયાવાડ Popatiyawad તરફ જતો. આ રસ્તો તે નાનપણથી હમણાં સુધી હજારો વખત પસાર થયો હતો પણ આજે તે આવી રીતે પોતાના ઘર તરફ જતા રસ્તાને કેમ જોઈ રહ્યો હતો તેની કોઈને ખબર ન્હોતી.

પોલીસના વાહનો 7 વાગ્યાના સુમારે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના દરવાજામાં દાખલ થયા ત્યારે લતીફ Latif ને પોલીસ વાનની લોંખડની જાળીમાંથી જોયુ કે તેનો મોટો ભાઈ તેને મળવા માટે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવ્યો હતો અને તે તેની રાહ જોતો હતો.

(ક્રમશઃ)


- Advertisement -

PART – 43 | જેલનો સિપાહી બેરેકમા આવ્યો, તે નજીક આવે તે પહેલા લતીફ સમજી ગયો તેના ચહેરા ઉપર ખુશી આવી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular