Thursday, April 16, 2026
HomeGujaratએક ઇન્ફર્મર આવ્યો સંભાળતા પોલીસ અધિકારી ખુરશીમાથી ઉભા થઈ ગયા

એક ઇન્ફર્મર આવ્યો સંભાળતા પોલીસ અધિકારી ખુરશીમાથી ઉભા થઈ ગયા

- Advertisement -

લતીફ ભાગ-31: લતીફ Latif ભલે બહાર નીકળી ગયો હતો પણ પોલીસ Police ને લતીફ Latif કરતા તેની ગેંગ પાસે આવેલા હથિયારો અને સ્ફોટક પદાર્થોની વધુ જરૂર હતી. કારણ તેનો ગમે ત્યારે ઉપયોગ થવાની શક્યતા હતી. ગજ્જુખાન Gajjukhan ની ભૂમિકા દરિયાપુર સુધી ટ્રક લાવવા પુરતી જ હતી. ક્રાઈમ બ્રાન્ચે Crime Branch ગજ્જુખાન Gajjukhan ને જેલ Jail માં મોકલી આપ્યો હતો પણ દરિયાપુર Dariapur થી હથિયારો ક્યા ગયા તેનો કોઈ તાળો મળતો ન્હોતો. હરિફાઈ બધા જ ક્ષેત્રોમાં હોય છે તેવી જ હરિફાઈ અમદાવાદ પોલીસ Ahmedabad Police ના અધિકારીઓ અને ગુજરાત પોલીસ Gujarat Police ની વિવિધ એજન્સીઓ વચ્ચે પણ ચાલી રહી હતી. સૌથી પહેલા કોને હથિયારોની બાતમી મળી અને કોણ હથિયાર પકડી લાવે તે માટે પોલીસ Police ની અલગ અલગ ટીમો દોડી રહી હતી. જો કે ક્યારેક એવું પણ બનતુ કે એક માહિતી બે અલગ અલગ એજન્સીઓને પણ મળતી હતી. તેનું કારણ એવું હતું કે તે બંન્ને એજન્સીઓ એક જ બાતમીદારની માહિતી ઉપર કામ કરતી હતી.



1993માં આવેલા હથિયારોને બે વર્ષ થઈ ગયા હતા પણ હજી તેની ભાળ મળતી ન્હોતી. ત્યારે અમદાવાદ પોલીસ Ahmedabad Police માટે ચમત્કાર થયો હોય તેવી જાણકારી મળી. એક બાતમીદારે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને માહિતી આપી કે તમે અમદાવાદ Ahmedadbad માં હથિયારો શોધવાની ખોટી મહેનત કરી રહ્યા છો. કારણ કે હથિયારો અમદાવાદ Ahmedabad માં હોય તો તમને મળેને? આ સાંભળી પોલીસ અધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયા. બાતમીદારની માહિતી અનુસાર હથિયારોનો તમામ જથ્થો મધ્યપ્રદેશના ઉજ્જૈન પાસે આવેલા ઝરણીયા ગામના કુવામાં ફેંકી દેવામાં આવ્યો છે. પહેલા તો પોલીસને બાતમીદારની આ માહિતી સાચી લાગી નહીં છતાં બે વર્ષથી કાંઈ ઓછી મહેનત કરી ન્હોતી. ફરી એક વખત ચાન્સ લેવામાં વાંધો ન્હોતો. પોલીસ Police ની એક પાર્ટી ઝરણીયા ગામ જવા ઉપડી જેમાં સબઈન્સપેકટર તરૂણ બારોટ Subinspector Tarun Barot પણ સામેલ હતાં. તમામ પોલીસ અધિકારીઓ ખાનગી કપડામાં અને ખાનગી વાહનોમાં હતાં કારણ આ ઓપરેશન મધ્યપ્રદેશ પોલીસ MP Police ની જાણ બહાર કરવાનું હતું. ગુજરાત પોલીસના અનુભવ પ્રમાણે જ્યારે ગુજરાત બહાર તેમના ઓપરેશન સ્થાનિક પોલીસને જાણ કરી કરવામાં આવે ત્યારે અનેક વખત ઓપરેશનની માહિતી લીક પણ થઈ હતી અને ઓપરેશન ફેઈલ પણ થયા છે. ચોરની જેમ અમદાવાદ પોલીસ Ahmedabad Police ની ટીમ મધ્યપ્રદેશ MP માં દાખલ થઈ હતી.

મધ્યપ્રદેશ MP નું ઝરણીયા ગામે બાતમીદાર સાથે અમદાવાદ પોલીસ Ahmedabad Police પહોંચી. ત્યાં જઈ બાતમીદારે કુવો બતાડ્યો એટલે પોલીસને લાગ્યુ કે બસ હવે હાથ વેંતમાં હથિયારો મળી જશે. તેમણે કુવામાં જોયુ તો પાણી સિવાય કઈ ન્હોતુ. પોલીસે Police બાતમીદાર સામે જોયુ, બાતમીદારે ગળા ઉપર હાથ મુકતા કહ્યુ ખુદા કી કસમ, અગર અસલા (હથિયાર) નહીં મીલા તો ગલા કાટ લેના, ઈસી કુવે મેં શૌહરાબઉદ્દીન Shohrabuddin ને હી હથિયાર ફેંકે હૈ. પોલીસ અધિકારીઓ એકબીજા તરફ જોવા લાગ્યા પણ દિવસના સમયે કામ થાય તેમ ન્હોતુ, કારણ સ્થાનિકો સહિત મધ્યપ્રદેશ પોલીસને વાતની ભનક લાગી જાય તેમ હતી. આ ઉપરાંત પાણી હોવાને કારણે પાણી કાઢવાનો પંપ પણ ગોઠવવા પડે તેમ હતા. તેના કારણે પાણીના પંપ Water Pump મુકવા અને રાત પડવાની રાહ જોવાની હતી. સાથે કુવા Well માં ઉતરી કામ કરી શકે તેવા માણસોની પણ જરૂર હતી. પોલીસને પંપ Water Pump, કુવામાં ઉતરનાર માણસો અને રાતનો ઈંતઝાર કરવા સિવાય કોઈ ચારો ન્હોતો.



બાતમીદાર જે શૌહરાબઉદ્દીન Shohrabuddin ની વાત કરી રહ્યો હતો, તે રાજસ્થાન Rajasthan નો એક ટપોરી હતો પણ ટપોરીગીરી કરતા શૌહરાબ Shohrabuddin તરફ પોલીસે બહુ ધ્યાન આપ્યુ નહીં, તેના કારણે તે પણ ટપોરીગીરી કરતા કરતા ક્યારે મોટો ગેંગસ્ટર Gangster બની ગયો તેની તેમને ખબર પડી નહીં. તે હતો મુળ મધ્યપ્રદેશ MP નો પણ તેણે પોતાનું કાર્યક્ષેત્ર રાજસ્થાન Rajasthan માં વધાર્યુ હતું. રાજસ્થાન Rajasthan માં મારબલની પુષ્કળ ખાણો આવેલી છે. સામાન્ય રીતે વેપારીઓ ગુંડા તત્વોથી દૂર રહી પોતાનો બિઝનેશ Business સારો ચાલતો રહે તે માટે ક્યારેક આવા તત્વો સામે લડી લેવાને બદલે પૈસા આપીને મામલો પતાવી દેવામાં માનતા હોય છે. ત્યાંના સ્થાનિક ગેંગસ્ટર્સ Gangster મારબલના વેપારીઓને ધમકી આપી મહિને દહાડે લાખો રૂપિયાની ખંડણી વસુલ કરતા હતાં. જેમાં શૌહરાબે Shohrabuddin પણ ઝંપલાવ્યુ હતું. શૌહરાબ Shohrabuddin નો રાજસ્થાન Rajasthan નો એક સાથી તુલસી પ્રજાપતિ Tulsi Prajapati પણ હતો, તે મુળ રાજસ્થાન Rajasthan નો હતો તેના કારણે તેના સ્થાનિક સંપર્કો પણ હતાં. શૌહરાબ Shohrabuddin અને તુલસી Tulsi ની મુલાકાત જેલમાં થઈ હતી. તુલસી પાસે પૈસા કમાવવાની યોજનાઓ હતી પણ હિમંત ન્હોતી. જ્યારે શૌહરાબ Shohrabuddin પાસે માત્ર હિમંત હતી. આમ તુલસી Tulsi ની બુદ્ધિ અને શૌહરાબ Shohrabuddin ની હિંમત ભેગી થઈ અને તેમણે પોતાની અલગ ગેંગ બનાવી પૈસા ઉધરાવવાની શરૂઆત કરી હતી.

- Advertisement -

જો કે ત્યારે રાજસ્થાનમાં ગેંગસ્ટર હમીદલાલ Gangster Hamidlal in Rajasthan નો જમાનો હતો. હમીદ Hamid પોતાના તળાવમાં કોઈ નવો મગર આવે તે ચલાવી લેવા માગતો ન્હોતો. બંન્ને આમને સામને આવી ગયા પણ એક દિવસ શૌહરાબે Shohrabuddin ભરબજારમાં હમીદ Hamid ની હત્યા કરી નાખી તેના કારણે ચારે તરફ શૌહરાબ Shohra નું નામ થઈ ગયું અને જે વેપારીઓ હમીદલાલા Hamidlal ને પૈસા આપતા હતા તે બધા હવે શૌહરાબ Shohrab ને પૈસા આપવા લાગ્યા હતા અને અમદાવાદ પોલીસ Ahmedabad આ જ શૌહરાબઉદ્દીન Shohrabuddin ના ગામમાં આવી હતી કારણ શૌહરાબે Shohrab કુવામાં લતીફ Latif ના હથિયારોનો જથ્થો સંતાડ્યો હતો.



રાત પડતા અમદાવાદ પોલીસ Ahmedabad Police પાણી ઉલેચવાના પંપ અને ટોર્ચ લઈ કુવા ઉપર પહોંચી અને પાણી ઉલેચવાની શરૂઆત કરી હતી. ખાસ્સુ પાણી નિકળી જતા કુવાના થોડાક તળ દેખાવવા લાગ્યા હતાં એટલે સાથે આવેલા માણસો દોરડાના સહારે કુવામાં ઉતર્યા હતાં. ટોર્ચ હોવા છતાં ખાસ્સુ અંધારૂ હતું. તેમ છતાં કુવામાં ઉતરેલા માણસોએ થોડાક વધેલા પાણીમાં ઉભડક પગે બેસી પાણીમાં હાથ નાખ્યો અને તેમણે જોરથી બુમ પાડી સાહેબ….

(ક્રમશ:)

PART – 30 | ચીમનભાઇ અચાનક ચાલી નિક્ળયા, રાત પડતાં ક્રાઇમ બ્રાન્ચમાં ચીસો સંભળાતી

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular