Thursday, April 16, 2026
HomeGujaratતરુણ બારોટ પાસે પોતાની ટીમ સાથે ભાગી છુટવા સિવાય કોઇ વિકલ્પ જ...

તરુણ બારોટ પાસે પોતાની ટીમ સાથે ભાગી છુટવા સિવાય કોઇ વિકલ્પ જ ન્હોતો

- Advertisement -

લતીફ ભાગ-32 : મધ્યપ્રદેશ Madhya Pradesh ના ઝરણીયા ગામના કુવામાં ઉતરેલા માણસોએ અચાનક સાહેબ કહીને પાડેલી બુમને કારણે કુવાની બહાર ઉભા રહેલા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના અધિકારીઓ પણ એક ક્ષણ માટે ધ્રુજી ગયા. રાતના અંધારા અને નિરવ શાંતિને કારણે સાહેબ નામની બુમ પણ ડરામણી લાગતી હતી. બુમ સાંભળતા તમામ અધિકારીઓ Officers એ પોતાના હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ એકસાથે કૂવાની અંદર તરફ ફેંકયો અને જોતા જ તેઓ ચમકી ગયા. તેમણે જોયુ તો કુવાની અંદર જે માણસ હતો તેના એક હાથમાં ટોર્ચ હતી અને બીજા હાથમાં એ. કે. 56 રાયફલ A. K. 56 Rifle હતી. જો કે રાયફલ Rifle પ્લાસ્ટીક બેગમાં બાંધેલી હોવા છતાં બહારથી તેના આકાર ઉપરથી તે રાયફલ Rifle હોવાનો અંદાજ આવી જતો હતો. આ દ્રશ્ય જોઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch નાં અધિકારીઓના ચહેરા ઉપર એકસો વોલ્ટના બલ્બ જેવો ચમકારો આવી ગયો. જો કે બીજી જ ક્ષણે તમામ અધિકારીઓએ કુવામાં ઉતરેલી વ્યક્તિને દબાતા અવાજે કહ્યુ બુમ પાડીશ નહીં. ત્યાર બાદ કુવાની અંદરથી એક પછી એક રાયફલ્સ દોરડા વડે બાંધી બહાર કાઢવામાં આવી રહી હતી, પણ કુવાના ભુર્ગભ જળ ખુબ ઉપર હતા જેના કારણે કલાક 2 કલાકમાં પાણીનું સ્તર કૂવામાં વધી રહ્યુ હતું. હવે કુવાની અંદર કામ કરી રહેલી વ્યક્તિનાં કમર સુધી પાણી વધવા લાગ્યુ હતું એટલે આજ પુરતુ ઓપરેશન અટકાવી અંદર રહેલી વ્યક્તિઓને બહાર કાઢી લેવામાં આવી કારણ હવે તેના જીવનું પણ જોખમ હતું. પહેલા દિવસે 8-9 રાયફલ્સ Rifle નિકળી હતી. અત્યંત આધુનિક રાયફલ્સ Rifle લઈ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની ટીમ ઉજ્જૈન Ujjain આવવા રવાના થઈ કારણ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch નો ઉતારો ઉજ્જૈન Ujjain ની એક હોટલ Hotel માં હતો જો કે હોટલ Hotel ના સ્ટાફ અને વેઈટરને ખબર ન્હોતી કે આ બધા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch ના અધિકારીઓ છે.



હોટલ Hotel માં ઉતરેલા પોલીસ અધિકારીઓ આખો દિવસ હોટલમાં સુઈ રહેતા હતા અને રાત પડે ઝરણીયા જતા હતાં. રોજ રાતે કૂવામાંથી પાણી ઉલેચી રાયફલ્સ બહાર કાઢતા અને વહેલી સવારે હોટલ Hotel માં પાછા આવી જતાં હતાં. આવું લગભગ એકાદ અઠવાડીયું ચાલ્યું હશે. હોટલના મેનેજર અને સ્ટાફને શંકા જવા લાગી હતી, કારણ આ મુસાફરો દિવસે હોટલ Hotel માં રહેતા અને રાતે નિકળી જતા હતાં અને વહેલી સવારે પાછા આવી જતાં હતાં. આ મુસાફરો કોણ છે અને શું કરી રહ્યા છે તેવા અનેક પ્રશ્નો હવે ઉદભવી રહ્યા હતાં. એક દિવસ હોટલનો એક વેઈટર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના અધિકારીઓની રૂમમા ચ્હા આપવા આવ્યો અને તે અંદર દ્રશ્ય જોઈ રીતસરનો ડરી ગયો હતો જો કે ત્યારે તો તેણે પોતાનો ડર બતાડ્યો નહીં પણ બહાર આવી તેણે મેનેજરને અંદર જે જોયુ તેની માહિતી આપી હતી. મેનેજર પણ ધ્રુજી ગયો તેણે તરત ફોનનું રિસિવર ઉપાડ્યું અને પોલીસ Police ને જાણકારી આપી કે તેમની હોટલમાં આતંકવાદી મોટા પ્રમાણમાં હથિયાર સાથે આવ્યા છે.

1 અઠવાડીયા દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે Ahmedabad Crime Branch ઝરણીયાના કુવામાંથી 30 કરતાં વધુ એ. કે. 56 રાયફલ્સ A. K. 56 Rifle કાઢી હતી પણ લાંબો સમય સુધી તે પાણીમાં પડી રહી હોવાને કારણે કેટલીક રાયફલ્સ Rifle ને કાટ પણ લાગી ગયો હતો એટલે તે રાયફલ્સ Rifle ને પ્લાસ્ટીક બેગમાંથી બહાર કાઢી સાફ કરી તેમને બેડ ઉપર લાઈનસર ગોઠવી હતી. પણ આ જોઈ વેઈટરે માની લીધુ હતું કે આ બધા આતંકવાદી છે. હજી સવારના હોટલ ઉપર આવેલા અધિકારીઓ ફ્રેસ થવાની તૈયારીમાં હતા ત્યારે તેમના કાને મેગાફોન દ્વારા થઈ રહેલી જાહેરાતનો અવાજ સંભળાયો. આપ કો હમને ચારો તરફ સે ઘેર લીયા હૈ, હથિયાર છોડ દો ઔર બહાર આ જાઓ. અચાનક થઈ રહેલી જાહેરાત સાંભળી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના એક અધિકારીઓ અર્ધ ખુલ્લીની બહાર જોયું તો તે ચોંકી ગયા. મધ્યપ્રદેશ પોલીસ Madhya Pradesh Police ના હથિયાર સજ્જ જવાનોએ પોતાની રાયફલ Rifle હોટલ તરફ રાખી હોટલને ઘેરી લીધી હતી. તેમની આગેવાની કરી રહેલા પોલીસ અધિકારી મેગા ફોન દ્વારા ચેતવણી આપી રહ્યાં હતા. મામલો ગંભીર બની ગયો હતો. પહેલા તો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના તમામ અધિકારીઓ ખાનગી કપડામાં હતાં તે વાત કરવા અને પોતાની ઓળખ આપવા માટે પણ બહાર આવે અને ત્યારે મધ્યપ્રદેશ પોલીસ Madhya Pradesh Police આતંકવાદી Terrorist સમજી ગોળી ચલાવવા લાગે તો કંઈ પણ થઈ શકે. બીજી બાબત એવી હતી કે માની લો કે ધારીએ છીએ તેવુ કઈ પણ ના થાય તો જે હથિયારો પકડાયા તે લઈ જવામાં મધ્યપ્રદેશ પોલીસ Madhya Pradesh Police અને અમદાવાદ પોલીસ Ahmedabad Police વચ્ચે હદનો પ્રશ્ન ઉભો થાય અને મધ્યપ્રદેશ પોલીસ Madhya Pradesh Police આખા ઓપરેશનની ક્રેડીટ પોતે લઈ જાય તેવી પણ સંભવાના હતી. બધા ડરી ગયા હતાં પણ ત્યારે યાદ આવ્યું કે એક ડીવાયએસપી DYSP ની બેગમાં ગુજરાત પોલીસ Gujarat Police ને યુનિફોર્મ છે, તેમણે યુનિફોર્મ પહેરી હોટલની બહાર નિકળવુ જોઈએ અને બીજી યોજના એવી નક્કી થઈ કે જ્યારે અમદાવાદ પોલીસ Ahmedabad Police ના અધિકારી યુનિફોર્મ પહેરી બહાર નિકળે ત્યારે સબઈન્સપેકટર તરૂણ બારોટ Subinspector Tarun Barot તમામ રાયફલ્સ Rifle લઈ હોટલના પાછળના રસ્તેથી નિકળી અમદાવાદ Ahmedabad જતા રહે. 5-7 મીનિટની માનસિક કસરત બાદ બધા તૈયાર થઈ ગયા.



એક ડી.વાય.એસ.પી. DYSP પોલીસ Police યુનિફોર્મ પહેરી હાથ ઉંચા રાખી બહાર નિકળ્યા. મધ્યપ્રદેશ પોલીસ Madhya Pradesh Police પહેલા તો ચમકી ગઈ. તેમને તો આતંકવાદીની માહિતી હતી પણ આ વ્યક્તિ તો પોલીસ યુનિફોર્મ Police Uniform માં હતી, ડીવાયએસપી DYSP મધ્ય પ્રદેશ પોલીસને ખાતરી થાય તે માટે હાથ ઉંચા રાખી આગળ વધ્યા અને સલામત અંતરે ઉભા રહી તેમણે ઉજ્જૈન પોલીસ Ujjain Police ના અધિકારીઓને પોતાની ઓળખ આપી હતી. તેમ છતાં ઉજ્જૈન પોલીસ Ujjain Police ના એક જવાને તેમની ઝડતી લીધી અને તેમની પાસે કોઈ હથિયાર નથી તેની ખાતરી કરી લીધી. જો કે હજી ઉજ્જૈન પોલીસ Ujjain Police ના મનમાં ઘણા પ્રશ્નો હતાં. તેઓ અમદાવાદ પોલીસ Ahmedabad Police ના અધિકારીને વિવિધ પ્રશ્નો પુછી રહ્યા હતાં ત્યારે સમય જોઈ સબઈન્સપેક્ટર તરૂણ બારોટ Subinspector Tarun Barot અને તેમના માણસો ચુપચાપ પાછળના દરવાજે કૂવામાંથી કાઢેલી રાયફલ્સ Rifle લઈ વાહનમાં ગોઠવાઈ નિકળી ગયા હતા.

- Advertisement -

આ દરમિયાન ઉજ્જૈન પોલીસ Ujjain Police ના કેટલાક અધિકારીઓ હોટલમાં દાખલ થયા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે અમદાવાદ પોલીસ Ahmedaba Police તો હોટલમાંથી નિકળી ગઈ છે. તેનો અર્થ તેમની પાસે ચોક્કસ કંઈક એવું હોવું જોઈએ જે તે છુપાવવા માગે છે. એટલે અમદાવાદ Ahmedabad તરફ દોડી રહેલી તરૂણ બારોટ Tarun Barot ની કારનો પીછો ઉજ્જૈન પોલીસે Ujjain Police શરૂ કર્યો. આમ પોલીસની પાછળ પોલીસ પડી હોય તેવો આ પહેલો કિસ્સો હતો. જો કે અમદાવાદ પોલીસ Ahmedabad Police નો જે કોન્સટેબલ કાર ચલાવી રહ્યો હતો તે જીવ સટોસટ કાર ચલાવી દાહોદ Dahod થઈ ગુજરાતની હદમાં દાખલ થયો અને મધ્યપ્રદેશ પોલીસ Madhya Pradesh Police ગુજરાત Gujarat ની સરહદે આવી રોકાઈ ગઈ.

(ક્રમશ:)



- Advertisement -

PART – 31 | એક ઇન્ફર્મર આવ્યો સંભાળતા પોલીસ અધિકારી ખુરશીમાથી ઉભા થઈ ગયા

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular