Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadશિક્ષકે હદ વટાવી વિદ્યાર્થી પર દાખવી ક્રુરતા, શાળા સંચાલને કર્યો સસ્પેન્ડ

શિક્ષકે હદ વટાવી વિદ્યાર્થી પર દાખવી ક્રુરતા, શાળા સંચાલને કર્યો સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: આજકાલ વિદ્યાર્થીઓને શિક્ષકોના ભરોસે મૂકવા પણ ભારે થઈ રહ્યું છે કારણ કે, અવાર-નવાર શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઢોર માર મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે. તેવી જ એક ઘટના અમદાવાદના (Ahmedabad) ચાંદલોડિયામાંથી (Chandlodiya) સામે આવી છે. જ્યાં એક શિક્ષકે શિક્ષણને નેવે મૂકી એક 5 વર્ષના વિદ્યાર્થીને માર માર્યો (Teacher beaten up student) હતો. જે બાદ વાલીએ ફરિયાદ કરતા તે શિક્ષકને શાળા સંચાલન દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના અમદાવાદના ચાંદલોડિયા બ્રિજ પર આવેલી ખાનગી શક્તિ સ્કુલની છે. જ્યાં સિનિયર કેજીમાં અભ્યાસ કરતા 5 વર્ષિય બાળકને શિક્ષક દ્વારા એટલો ઢોર માર મારવામાં આવ્યો હતો કે, બાળકના શરીર પર ઈજાના નિશાન પડી ગયા હતા.

- Advertisement -

આ ઘટનાની જાણ થતાં બાળકના માતા-પિતાએ શાળાએ જઈને હોબાળો મચાવ્યો હતો. તેમજ શિક્ષક પર આરોપ મૂક્યો હતો કે, તેમના બાળકને વાંચતા નથી આવડતું તેવુ કહીને શિક્ષકે તેમના બાળકને માર માર્યો હતો, કે જેથી બાળકના શરીર પર ઈજાઓ પહોંચી હતી. જો કે વાલીની ફરિયાદને આધારે શાળા સંચાલને તે શિક્ષકને સસ્પેન્ડ કરીને શિક્ષણને નેવે મૂકીને આવી હેવાનિયતભરી હરકત કરનારા આવા શિક્ષકોમાં દાખલો બેસાડ્યો હતો.

કહેવાય છે કે, “એક શિક્ષક સો માતાની ગરજ સારે છે” પરંતુ તેનો એ મતલબ તો નથી ને કે શિક્ષક પોતાની ગરિમા અને મર્યાદા ભૂલીને માસુમ ભુલકાઓ પર ખુન્નસ ઉતારી અત્યાચાર આદરે. આજકાલ આવા શૂક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પર ગુજારાતા અત્યાચારોના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા ક્રુર શિક્ષકો પર કડક કાર્યવાહી થાય તેવો વાલીગણમાં રોષ વ્યાપ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular