Monday, July 27, 2026
HomeGeneralસુરતઃ માસ્ક વેચી ગુજારો કરતી મહિલા સાથે ગેંગરેપ, નરાધમોએ વીડિયો પણ ઉતાર્યો

સુરતઃ માસ્ક વેચી ગુજારો કરતી મહિલા સાથે ગેંગરેપ, નરાધમોએ વીડિયો પણ ઉતાર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતમાં એક મહિલાને તેના મિત્રએ પોતાના બીજા મિત્રોને હવાલે કરી દેતા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ નરાધમોએ મહિલાનો વીડિયો પણ ઉતારી લીધો હતો. પિડિતાનો મિત્ર જયંત એક મહિના પહેલા તેના સંપર્કમાં આવ્યો હતો જે પછી જયંતે પીડિતા સાથેની મિત્રતા દરમિયાનના અંગતપળોનો વીડિયો બનાવી લીધો હતો જે વીડિયોને આધાર બનાવી ત્રણેય શખ્સોએ મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.



સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ત્રણેય શખ્સો દ્વારા દુષ્કર્મ આચરાયા પછી પીડિતા મીડિયા સામે આવી અને કહ્યું કે, જયંતે લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ કર્યું હતું. જેના પછી જયંતના બે મિત્રોએ પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ 5 દિવસ સુધી ફરિયાદ પણ દાખલ કરતી ન હતી. વકીલ અને સામાજીક આગેવાનો જ્યારે વચ્ચે પડ્યા ત્યારે પોલીસે ફરિયાદ નોંધી અને 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

પોલીસે મીડિયા સામે જણાવ્યું હતું કે, તે ફૂટપાથ પર માસ્ક વેચતી અને પોતાનો ગુજારો ચલાવતી હતી. તે વખતે જયંત નામના યુવક સાથે પરિચય થયો અને પછી મિત્રતા થઈ હતી. પીડિતાને 7 વર્ષનો પુત્ર હતો તેથી પિતાનો પ્રેમ મળશે તેવી આશા બંધાઈ હતી અને તે લગ્ન કરવા તૈયાર થઈ હતી. જયંતે પણ માત્ર પોતાની વાસના સંતોષવા પુરતો જ તેની સાથે સંબંધ રાખ્યો અને તેમની અંગતપળોનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવા લાગ્યો. જયંત, તેના મિત્ર યોગી પવાર અને ધ્રુવ સાથે પીડિતા પર ગેંગરેપ કર્યો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular