નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) યુવાધનમાં દિવસેને દિવસે નાશકારક પદાર્થોનું સેવન વધી રહ્યું છે. અવાર-નવાર પોલીસ દ્વારા ડ્રગ્સ, ગાંજો, ચરસ જેવા નાશકારક પદાર્થો પકડવામાં આવી રહ્યા છે. તેમ છતાં યુવાનોમાં હવે દારૂના સેવન કરતાં આવા નાશકારક પદાર્થોનું સેવન વધી રહ્યું છે. અમદાવાદ પોલીસ (Ahmedabad Police) દ્વારા પણ સતત આવા પદાર્થોનું વેચાણ કરતાં લોકોને પકડવામાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ SOG દ્વારા ગાંજાનો (Ganja) વેપાર કરતાં બે વ્યક્તિઓને 7 કિલો ગાંજા સાથે ઝડપી પાડ્યા છે.
અમદાવાદમાં નશાનો કરોબ્બર કરતાં લોકોમાં ખાસ કરીને ગાંજા અને ડ્રગ્સનું વેચાણ કરવાનનું પ્રમાણ વધારે છે. હાલ SOG દ્વારા આવા પદાર્થોનું વેચાણ કરતાં લોકોને પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ SOGના પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. પરમારની ટીમને બાતમી મળી હતી કે, વટવા કેનાલની નજીક અલીફનગર પાસે બે વ્યક્તિઓ ગાંજાનો વેપાર કરી રહ્યા છે. આ બાતમીના આધારે SOGએ દરોડો કરીને બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે.
પ્ર્થમિક જાણકારી મુજબ, અમદાવાદ SOG દ્વારા શેરખાબેલદાર ઉર્ફે બિસ્મિલ્લાબેલદાર શેખ અને જાવીદ ઉર્ફે જાડીયો હમીદહુસેન શેખની ધરપકડ કરવામાં આવી છે. આ બંને વ્યક્તિઓ પાસેથી 7 કિલો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. હાલ પોલીસ દ્વારા બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








