નવજીવન ન્યુઝ. કલોલ: Kalol News: એક ક્ષણનો અકસ્માત કોઈનો જીવ લઈ બેસે છે. સતત થતાં અકસ્માતો વચ્ચે નવી ઘટનાઓ સામે આવતી રહે છે. અકસ્માતોની હારમાળા વચ્ચે કલોલના વડસર પાસે અકસ્માતની (Road Accident) એક નવી ઘટના સામે આવી છે. કલોલથી ભોયણ જતાં રોડ પર વડસર ખાતે બાઈક ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા સાયકલ સવારનું મૃત્યુ થયું છે.
મળતી માહિતી મુજબ, કલોલના મોટી ભોયણ ગામની સીમમાં શુભ ટાટા હાઉસિંગ સોસાયટીમાં રહેતા જયેશ પરમાર છેલ્લા નવ વર્ષથી અરવિંદ ઈન્ટરનેશનલ મિલમાં કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જયેશભાઈને સંતાનમાં એક 14 વર્ષીય દીકરી છે. જયેશભાઈ એવરટાઈમ કરતાં હોવાથી ઘણીવાર ઘરે મોડા આવતા હતા. ગઈકાલે જયેશભાઈના પત્ની હર્ષિદાબેન જમી પરવારીને ઘરે બેઠા હતા ત્યારે ઈશ્વરભાઈ નામના વ્યક્તિએ ફોન કરીને હર્ષિદાબેનને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં જ હર્ષિદાબેન તાબડતોડ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. જયેશભાઈને તાત્કાલિક ધોરણે 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલના તબીબે જયેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે સાંતેજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. GJ 27 AG 4783 નંબરની બાઈકે અકસ્માત કર્યો હોવાથી પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








