નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ મહામારીના બે વર્ષ બાદ આ વખતે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. જો કે આ વર્ષે યોજવાનારા રથયાત્રામાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખીને પોલીસે સજ્જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે પ્રથમવાર પોલીસ ટેઝર ગનનો ઉપયોગ કરવાની છે. 35 ટેરસ ગનથી તહેનાત પોલીસ અધિકારીઓ ત્રણેય રથની આસપાસ મુવિંગ બંદોબસ્તમાં રહેશે.
અમદાવાદમાં આ વર્ષ યોજાનારી રથયાત્રામાં અસામાજીકતત્વો વાતાવરણ ડોહળી ન શકે તે માટે પોલીસને 35 ટેસર ગન ફાળવવામાં આવી છે. આ ગનનો ઉપયોગ NSG, SPG અને ચેતક કમાન્ડો દ્વારા કરવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે રથયાત્રામાં ટેઝર ગનની માગણી કરવામાં આવતા 35 ગન ફાળવવામાં આવી છે. ટેઝર ગનની કાર્ટ્રીજ ટાંકણી જેવી અણી જેવી હોય છે. ટારગેટ પર ફાયર કરવાથી કાર્ટ્રીજ વ્યક્તિના શરીરમાં દાખલ થઈ જાય છે. ત્યારબાદ ઈલેક્ટ્રિક કરંટ પસાર થતાં વ્યકિત 10 સેકન્ડ સુધી બેભાન થઇ જાય છે. જેથી પોલીસ તેને સરળતાથી ઝડપી શકે છે.
ભગવાન જગ્નાનાથજીની ૧૪૫મી રથયાત્રા આ વખતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથની નજીક 35 ટેઝર ગન સાથે પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે. ઉચ્ચ પોલીસ અધિરારીઓને આ ગન ચલાવવા માટેની ખાસ તાલીમ આપવામાં આવી છે. મોટા ભાગે ટેઝર ગનનો ઉપયોગ આરોપીને દુરથી જ બેહોશ કરવા માટે થતો હોય છે. ટેઝર ગન ફાયર કરવાથી એક વાયર નીકળે છે અને વાયરમાં રહેલો ઇલેક્ટ્રિક કરંટ સામેની વ્યક્તિને લાગતો હોય છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ અલકાયદા દ્વારા એક લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં દેશમાં આત્મઘાતી હુમાલો કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેના ભાગરૂપે હાલ સમગ્ર દેશ એલર્ટ પર છે. તેવામાં બે વર્ષ બાદ નીકળી રહેલી રથયાત્રામાં મોટી સંખ્યામાં ભીડ એકત્રીત થતી હોવાના કારણે ગુજરાત પોલીસ સૌથી વધુ એલર્ટ જોવા મળી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











