Saturday, August 1, 2026
HomeGeneralદિલ્હી આવી રહેલા પ્લેનમાં આગ લાગી, પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

દિલ્હી આવી રહેલા પ્લેનમાં આગ લાગી, પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પટનાઃ બિહારના પટના એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે. અહીંથી દિલ્હી જઈ રહેલા સ્પાઈસ જેટના પ્લેનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના કારણે વિમાને એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જ્યારે પ્લેનમાં આગ લાગી ત્યારે તેમાં 185 મુસાફરો સવાર હતા. હાલ તમામ મુસાફરને સલામત રીતે વિમાનની બહાર કાઢી લેવામાં આવ્યા છે.



અધિકારીઓના જણાવ્યા અનુસાર તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું ત્યારે એન્જિનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા છે. પટનાના ડીએમ ચંદ્રશેખર સિંહે જણાવ્યું કે પ્લેનમાં આગની જાણકારી સ્થાનિક લોકોએ આપી હતી. ત્યારબાદ વિમાનને એરપોર્ટ પર પરત બોલાવવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે. ટેક્નિકલ ખામીના કારણે પ્લેનમાં આગ લાગી હતી. એન્જિનિયરોની ટીમ વધુ તપાસ કરી રહી છે.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular