નવજીવન ન્યૂઝ.ઓડિશાઃ ઓડિશાના બીજુ જનતા દળ (બીજેડી)ના ધારાસભ્ય વિજય શંકર દાસ સામે તેમની જ ગર્લફ્રેન્ડે ફરિયાદ કરી છે. તેઓ ખુદ પોતાના જ લગ્નના રજિસ્ટ્રેશન માટે આવવાનું ભુલી ગયા છે. એક મહિના પહેલા જ ધારાસભ્યે પોતાની પ્રેમિકા સાથે મળીને તેની અરજી કરી હતી. હવે પ્રેમિકાની ફરિયાદ પર ધારાસભ્યના સામે પોલીસ કેસ દાખલ કરી દેવાયો છે.
અહેવાલો પ્રમાણે શુક્રવારે જગતસિંહપુરના સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં તિરતોલ મતવિસ્તારના ધારાસભ્ય વિજય શંકર દાસના લગ્નનું રજિસ્ટ્રેશન થવાનું હતું. પ્રેમિકા સોમાલિકા સમયસર કાર્યાલય પર પહોંચી ગઈ હતી, પરંતુ ન તો ધારાસભ્ય અને ન તેમના પરિવારનું કોઈ સભ્ય ત્યાં આવ્યું. અંદાજે ત્રણ કલાકની રાહ જોયા પછી નિરાશ થયેલી સોમાલિકાને રજિસ્ટ્રાર ઓફીસથી જતું રહેવું પડ્યું હતું.
યુવતીએ ધારાસભ્ય પર આરોપ લગાવ્યો છે કે વાયદો કરવા છત્તાં શુક્રવારે લગ્ન રજિસ્ટ્રેશનના કાર્યાલયમાં ન આવ્યા. આ સંબંધમાં ધારાસભ્ય અને તેમના પરિજનો સામે શહેરના પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં દાવો કર્યો છે કે તે ત્રણ વર્ષથી દાસ સાથે સંબંધમાં હતી. ધારાસભ્યએ તેની સાથે દગો અને પજવણી કરી છે. એ પણ આરોપ લગાવ્યો છે કે ધારાસભ્ય વિજય શંકરે પોતાનો વાયદો નિભાવ્યો નથી અને તેના ફોન કોલનો પણ જવાબ આપતા નથી. સાથે જ ધારાસભ્યના સંબંધી અને તેમના પરિવા પર પણ યુવતીને ધમકી આપવાનો આરોપ છે.
સોમલિકાએ કહ્યું કે, અમે 17 મે એ સબ રજિસ્ટ્રાર કાર્યાલયમાં લગ્ન માટે રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી. વિજયે મને વાયદો કર્યો હતો કે, આપણે સબ રજિસ્ટ્રાર કાર્યાલયમાં તે દિવસે કોર્ટ મેરેજ કરીશું. પરંતુ તેમણે પોતાનો વાયદો નિભાવ્યો નથી. વિજય શંકરે આ મામલે સ્થાનીક મીડિયા સાથે ફોન પરની વાતચિતમાં તેમના પર લગાવાયેલા આરોપોને ખારીજ કરી દીધા છે. ધારાસભ્ય દાસે કહ્યું કે નિયમો અનુસાર અરજી કરવાના 90 દિવસમાં લગ્નનું રજિસ્ટ્રેશન પુરું કરવાનું હોય છે. તેથી હજુ પણ અમારી પાસે 60 દિવસ બાકી છે. મને આજે લગ્નના રજિસ્ટ્રેશન સંબંધમાં કોઈ સૂચના મળી ન્હોતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











