Tuesday, September 29, 2026
HomeGujaratઅરવલ્લી LCBએ પૂણે ગણપતિ મહોત્સવમાં 5 ચેઇન સ્નેચિંગ કરી અંબાજીમાં ખેલ પાડવા...

અરવલ્લી LCBએ પૂણે ગણપતિ મહોત્સવમાં 5 ચેઇન સ્નેચિંગ કરી અંબાજીમાં ખેલ પાડવા નીકળેલી ગેંગને દબોચી

- Advertisement -

Ambaji Aravalli LCB caught Chain Snatchers: જય અમીન (અરવલ્લી): અરવલ્લી SP મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચે સમગ્ર દેશના તીર્થસ્થાનો અને ધાર્મિક મહોત્સવોમાં ભીડનો લાભ લઈ અછોડા તોડતી ગેંગના વધુ પાંચ સાગરીતોને માલપુરના ચોરીવાડ નજીક અર્ટિગા કારમાંથી દબોચી લીધા હતા ચેઇન સ્નેચર ગેંગ પુણેમાં પાંચ ચેઇન સ્નેચિંગની ઘટનાને અંજામ આપી અંબાજી મેળાની ભીડમાં વધુ શિકાર કરે તે પહેલા ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા એલસીબીએ હરિયાણાની ચેઇન સ્નેચિંગમાં કુખ્યાત ગેંગના ત્રણ સાગરીતોને અગાઉ લક્ઝુરિયસ કારમાંથી ઝડપી લીધા પછી વધુ પાંચ સાગરીતોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કમ્મર તોડી નાખી હતી.

અરવલ્લી જીલ્લા LCB PI એમ.એચ.ઝાલા અને તેમની ટીમે શામળાજી પોલીસે સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગ ગુન્હામાં વોન્ટેડ મનોજ મુન્નાલાલ બડગુર્જર (રહે, શોલાકા-હરિયાણા)ને ઝડપી પાડવા ટેકનિકલ સર્વલન્સની મદદ લેતા તેનું લોકેશન મહારાષ્ટ્રના પુણેમાં મળતા અને આરોપી પુણેથી ગોધરા થઇ અરવલ્લી તરફ આવી રહ્યો હોવાની જાણ થતા એલસીબી ટીમે માલપુર ચોરીવાડ નજીક નાકબંધી કરી વોચ ગોઠવી વાહનોની તલાસી લેતા શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી અર્ટિગા કારને અટકાવી તલાસી લેતા કારની અંદરથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર અને વીંટી તેમજ ચેઇન સ્નેચિંગ માટેનું કટર મળી આવતા પોલીસે કાર ચાલક અને તેના સાગરીતોની આગાવી ઢબે પૂછતાછ કરતા પુણે વિસ્તારમાંથી ચેઇન સ્નેચિંગ કરી હોવાનું બહાર આવ્યું હતું આરોપીઓ અર્ટિગા કારમાં અંબાજી પુનમના મેળામાં ભીડનો લાભ લઇ વધુ ચેઇન સ્નેચિંગ કરવા નીકળ્યા હોવાનું જણાવતા પોલીસે પાંચે આરોપીઓની ધરપકડ કરી શામળાજી ચેઇન સ્નેચિંગ અને પુણેના વિશ્રામબાદ પોલીસ સ્ટેશનના પાંચ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી સોનાના દાગીના અને કાર મળી રૂ.16.23 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

- Advertisement -

હરીયાણી ચેઇન સ્નેચિંગ ગેંગના આરોપીઓ કોણ

1) મનોજ મુન્નાલાલ બડગુર્જર (રહે, શોલાકા)
2) અજય વિનોદ કોલી (રહે, સમશાબાદ)
3) અમન અનિલ કોલી (આદર્શ કોલોની)
4) દિપક રાજુભાઈ જાટવ (રહે, હરિનગર કોલોની)
5) વિજય હજારી બડગુઝર (રહે, આંતરચટ્ટા)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular