નવજીવન. અમદાવાદઃ અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આજે એસીબી દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવા માટે ફરતા કર્મચારીને 2300 રૂપિયાની લાંચ લેતા ઝડપ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD (કેટલ ન્યુસન્સ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ)માં ફરજ બજાવતા કર્મચારી સત્તાર દાઉદ સૈયદ નામના કર્મચારીએ ઢોર ન પકડવા માટે 2300 રૂપિયાની લાંચ માગવામાં આવી હતી. ફરિયાદ મુજબ એસીબીએ કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી છે.
સત્તાર દાઉદ સૈયદ સામે ફરિયાદ નોંધાવનાર ફરિયાદી પશુપાલનનો વ્યવસાય કરે છે. આરોપીએ ફરિયાદીના ઢોર ન પકડવા માટે દર મહિને 2300 રૂપિયાની માગણી કરી હતી. જો ફરિયાદી લાંચ નહીં આપે તો ખોટી રીતે ફરિયાદીના ઢોરને પૂરી દેવાની ધમકી આપી હતી. ફરિયાદીને આ લાંચ ન આપવી હોવાને કારણે તેમણે એસીબીમાં આ અંગે ફરિયાદ કરી હતી. ફરિયાદના અનુસંધાનમાં એસીબીએ કાર્યવાહી કરી હતી.
ફરિયાદના પગલે અમદાવાદ ગ્રામ્ય એસીબીના પોલીસ ઈન્સપેક્ટર એસ એન બારોટ દ્વારા ટ્રેપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આરોપી સત્તાર દાઉદ સૈયદે પંચની હાજરીમાં ફરિયાદી પાસેથી 2300 રુપીયાની લાંચ સ્વીકારી હતી. અત્યારે આરોપીની એસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આગળની કોર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












