Saturday, April 25, 2026
HomeGeneralઅરવલ્લી: માલપુર ગ્રામ પંચાયતમાં પતિ-પત્નીનો દબદબો, પત્ની સરપંચ તો પતિ ઉપસરપંચ બની...

અરવલ્લી: માલપુર ગ્રામ પંચાયતમાં પતિ-પત્નીનો દબદબો, પત્ની સરપંચ તો પતિ ઉપસરપંચ બની ઈતિહાસ સર્જ્યો

- Advertisement -

નવજીવન. અરવલ્લી :અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતમાં સરપંચ પદ અને સભ્યોની ચૂંટણી તાજેતરમાં પૂર્ણ થયા પછી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદની ચૂંટણી યોજાઈ રહી છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જવલ્લે જ જોવા મળતો ઘટનાક્રમ માલપુર ગ્રામ પંચાયતમાં જોવા મળ્યો હતો. જેમાં પતિ સરપંચ પદે ચૂંટાઈ આવ્યા પછી પતિ પણ ઉપસરપંચ પદે બિનહરીફ થતા પંચાયતનો વહીવટ દંપતી કરશે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક જ પરિવારના સભ્યો સામસામે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હોય તેવા અનેક કિસ્સા જોવા મળ્યા હતા.



- Advertisement -

માલપુર ગ્રામ પંચાયતમાં પતિ-પત્ની સરપંચ, ઉપસરપંચ બનતા ઇતિહાસ સર્જાયો છે. માલપુર ગામ પંચાયતમાં ભારતીબેન મહેશભાઇ ઉપાધ્યાય સરપંચ તરીકે વિજેતા થયા હતા ત્યાર પછી ઉપસરપંચ માટે ગ્રામ પંચાયતમાં યોજાયેલી ચૂંટણીમાં તેમના પતિ મહેશભાઈ ઉપાધ્યાય બિનહરીફ ચૂંટાયા હતા. માલપુર ગ્રામ પંચાયતમાં ઉપાધ્યાય પરિવારની લોકચાહનાના પગલે ચૂંટણીમાં આ પરિવારનો દબદબો જોવા મળી રહ્યો છે

માલપુર ગ્રામ પંચાયતનો વહીવટ પતિ પત્નીના હાથમાં આવ્યો છે. એક જ પંચાયતમાં પતિ અને પત્ની સરપંચ તેમજ ઉપસરપંચ તરીકે હોય તેવું જવલ્લે જ જોવા મળતુ હોય છે. અગાઉ પણ પંચાયતમાં ભારતીબેન ઉપાધ્યાય સરપંચ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ ફરીથી સરપંચ તરીકે ચૂંટાયા છે જ્યારે તેમના પતિ મહેશભાઈ ઉપાધ્યાય સરપંચ બનતાં ઘરમાં જ પંચાયતનો વહીવટ આવ્યો છે. જિલ્લામાં પતિ-પત્ની સરપંચ અને ઉપ સરપંચ હોય તેવો પ્રથમ બનાવ છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular