નવજીવન ન્યૂઝ, અમદાવાદ : દેશભરમાં અનેક એવા લોકો છે જે પરિવારથી વિખૂટાં પડી ગયાંને વર્ષો, દસકા થઈ ગયા છે. પરિવાર તેમને શોધવા આકાશ-પાતાળ એક કરી ચૂક્યો હોય છતાં તેમનું મિલન સંભવ નથી બન્યું. ભાગ્યે જ કોઈ એવો ભાગ્યશાળી હોય છે જેનું પરિવાર સાથે મિલન થાય છે. આવી જ એક ઘટના અમદાવાદના સારંગપુર વિસ્તારમાં બની છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા ખાખીધારીની સતર્કતા અને માનવતાએ 7 વર્ષ અગાઉ પરિવારથી વિખૂટાં પડેલા અને ગજની જેવી યાદશક્તિ ધરાવતા યુવાનનું Ahmedabad City Police એ પરિવાર સાથે મિલન કરાવ્યું છે.
ખાડીયા પોલીસને કેવી સ્થિતિમાં મળ્યો યુવાન ?
ખાડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ મહેન્દ્ર દાજીરાવ (ASI Mahendra Dajirav) અને કૉન્સ્ટેબલ લોકન્દ્રસિંહ પૂરણસિંહ પેટ્રોલિંગમાં હતા તે સમયે સારંગપુર દરવાજામાં એક યુવક હાથમાં રોટલી લઈને ખાતો જોવા મળ્યો હતો. પ્રથમ નજરે જ માનસિક બિમાર, પરંતુ કપડા વ્યવસ્થિત પહેર્યા હોવાથી આ યુવક સાથે મહેન્દ્રભાઈએ વાત કરવાનો પ્રયાસ કર્યો તો તે મરાઠીમાં બોલવા લાગ્યો. મહેન્દ્રભાઈ મહારાષ્ટ્રીયન હોવાથી તેમણે મરાઠી ભાષામાં વાત કરી યુવકનું નામ અને સરનામું જાણવાનો પ્રયાસ કર્યો. સરનામાની ખરાઈ કરવા મહેન્દ્રભાઈએ Google Search કરી માહિતી મેળવી તો વાત સાચી લાગતા તેમણે નાગપુરના હુડકેશ્વર પોલીસ સ્ટેશનના પીઆઈનો સંપર્ક કરી પ્રફુલ હંસરાજ ફુલજલે (રહે. બાલાજીનગર, હુડકેશ્વર,જિ.નાગપુર)ની માહિતી મેળવી. પ્રફુલ ફૂલજલેના પરિવારનો સ્થાનિક પોલીસે સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે, અસ્થિર મગજનો પ્રફુલ વર્ષ 2018માં ગુમ થઈ ગયો હતો અને તેની શોધખોળ કરવા છતાં મળી આવ્યો ન હતો.
ભાઈ સાથે ઘરે મોકલવા PI એ ટ્રેનનું ભાડું આપ્યું
વર્ષ 2018માં નાગપુર જિલ્લામાંથી ગુમ થયેલો યુવાન મળ્યો હોવાની જાણ થતાં ખાડીયા પીઆઈ એસ. જે. ભાટિયા (PI S J Bhatia)એ પ્રફુલને વાળ, દાઢી કરાવી તેમજ નવડાવી-ધોવડાવી નવા કપડાં પહેરાવવા સ્ટાફને કહ્યું હતું. પ્રફુલનો ભાઈ નાગપુરથી તેને લેવા ખાડીયા પોલીસ સ્ટેશન (Khadia Police Station) ખાતે આવતા તેના તેમજ પ્રફુલના આધારકાર્ડની માહિતી ચકાસી હતી. નાગપુર પરત ફરી રહેલાં બંને ભાઈઓને ટ્રેનમાં જવા માટે પીઆઈ ભાટિયાએ ભાડું આપ્યું હતું.
ગજની જેવી મેમરી છે : ASI મહેન્દ્ર દાજીરાવ
મળી આવેલા યુવક વિશે સારંગપુર દરવાજાની આસપાસના દુકાનદારોની એએસઆઈ મહેન્દ્રભાઈએ પૂછપરછ કરતા પ્રફુલ ફૂલજલે ત્રણેક વર્ષથી ભીખ માગીને જીવન ગુજારતો હોવાની જાણકારી મળી હતી. પ્રફૂલ ફૂલજલે સાથે થયેલી વાતચીતના આધારે તેની યાદશક્તિ ગજનીના આમિરખાન (Aamir Khan Ghajini) જેવી હોવાનું એએસઆઈ મહેન્દ્રભાઈએ Navajivan News ને જણાવ્યું છે. ક્યારેક પ્રફુલ થોડી મિનિટો પહેલાંની વાત ભૂલી જાય છે તો ક્યારેક તેને જૂની વાતો યાદ આવી જાય છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








