Saturday, August 22, 2026
HomeGujaratAhmedabadઅકસ્માતમાં પુત્રનું મોત થતા માતા-પિતા સામે અમદાવાદ પોલીસે દાખલ કર્યો ગુનો

અકસ્માતમાં પુત્રનું મોત થતા માતા-પિતા સામે અમદાવાદ પોલીસે દાખલ કર્યો ગુનો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Minor accidental Death : અમદાવાદમાં વાલીઓ (Parents) માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વાલીઓ દ્વારા બાળકોને સવલત મળી રહે તે માટે ડ્રાઈવિંગ લાયસન્સ વિના જ વાહનોની ચાવી આપી દેતા હોય છે. જોકે વાલીઓની આ ભૂલના કારણે કેટલીક વખત બાળકો મોતના ખપ્પરમાં હોમાતા હોય છે. જોકે વાલીઓ દ્વારા બેરકારી દાખવામાં આવતા હવે અમદાવાદ ટ્રાફિક પોલીસ (Ahmedabad Traffic Police) દ્વારા આવા વાલીઓને કાયદાના સકંજામાં લેવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં (Ahmedabad) એક મહિના અગાઉ અકસ્માતમાં સગીરનું મોત (Minor dies in accident) થતાં તેના માતા-પિતા સામે ફરિયાદ (FIR against parents) નોંધવામાં આવી છે.

અમદાવાદમાં ગત 14 ફેબ્રુઆરીના રોજ ચન્દ્રનગર ચાર રસ્તાથી અંજલી તરફના BRTS કોરિડોરમાં અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે ટુ-વ્હીલર પર ત્રણ સગીર BRTS કોરિડોરમાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન સગીરનું ટુ-વ્હીલર BRTS બસમાં પાછળના ભાગથી અથડાયુ હતું. અકસ્માતમાં સગીરો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે ત્રણમાંથી એક 14 વર્ષના સગીર કૌશિક સોલંકીનું પાંચ દિવસ અગાઉ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

સગીરનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્તાં હવે શહેર પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા સગીરને વાહન ચલાવવા આપનારા માતા-પિતા સામે ફરિયાદ નોંધી છે. કૌશિકને વાહન ચલાવવા પિતા અંબાલાલ સોલંકી અને માતા ગૌરીબેન સોલંકીએ આપ્યું હોવાના કારણે પોલીસે બંને સામે ફરિયાદ નોંધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અવાર નવાર શાળા અને ટ્યુશન ક્લાસ પાસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી ડ્રાઈવિંગ લાઈસન્સ વિના વાહન ચલાવતા સગીરના માતા-પિતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે. તેમ છતાં વાલી આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવીને પોતાના જ બાળકોને મોતના મુખમાં ધકેલતા હોય તેમ જણાય છે.

TAG: Minor accidental Death in Ahmedabad, FIR Against Parents, Ahmedabad Traffic Police

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular