Monday, May 25, 2026
HomeGujaratRajkotમોબાઈલની જીદે રાજકોટની સગીરાને બળાત્કારનો શિકાર બનાવી, આ તકનો લાભ લીધો આરોપીએ…

મોબાઈલની જીદે રાજકોટની સગીરાને બળાત્કારનો શિકાર બનાવી, આ તકનો લાભ લીધો આરોપીએ…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજ્યમાં સગીરા પર દુષ્કર્મના અને અપહરણના કેસમાં વધારો થતો હોય તેમ જણાય છે. એવામાં રાજકોટમાં (Rajkot) પણ નિર્મલા રોડ પરથી ભેદી રીતે ગુમ થયેલી 10 વર્ષની બાળકી ગુમ (Missing Child) થયાના સમાચાર સામે આવ્યા હતા. આ બાળકી સવારે મળી આવતા તેની પુછપરછમાં સામે આવ્યું હતું કે તેણી દુષ્કર્મનો (rape of Minor) શિકાર બની છે. સગીરાએ પરિવારને આપવિતી જણાવતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા. આ મામલે વિગતો મળી રહી છે કે બાળકી મોબાઈલ માટે જીદ કરી રહી હતી અને તેના વિવાદમાં માતા-પિતાથી નારાજ થઈ તે એક્ટિવા લઈ ઘરેથી નિકળી ગઈ હતી. ઘર છોડી ગયેલી સગીરા હોટલમાં રૂમ રાખવા પહોંચી હતી જ્યાં હોટલના કર્મચારીએ બળાત્કાર ગુજાર્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ પરિવારે તાત્કાલીક ગાંધીગ્રામ પોલીસ મથકનો સંપર્ક કરી સઘળી હકિકત જણાવી હતી. પોલીસે સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસને વિગતોની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસ સામે આવ્યા હતા. જેમાં માહિતી મળી હતી કે ચાર દિવસ પહેલા પીડિતા પોતના માતા-પિતા સાથે મોબાઈલ બાબતે ઝઘડો કરી ઘરેથી રાત્રિના 11 વાગ્યા આસપાસ નિકળી ગઈ હતી. બાદમાં પરિવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દિકરીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સગીરા તેના માસીના ઘરેથી મળી આવી હતી.

- Advertisement -

ખોવાયેલી દિકરી મળી આવતા પરિવારે આખી રાત તેણી ક્યાં હતા તેની પુછપરછ કરતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ જણાવ્યું હતું કે, તે રાત્રિના ઘરેથી ગયા બાદ કોટેચા ચોકમાં આવેલી કે.કે. હોટલ પહોંચી હતી. તે અગાઉ પણ આ હોટલમાં ભોજન માટે ગઈ હોય ત્યાંના રિસેપ્સનિસ્ટ યુવાન સાથે પરિચય થયો હતો. માટે તે ત્યાં પહોંચી હતી અને તેણે રિસેપ્સનિસ્ટ ગૌતમનો સંપર્ક કર્યો હતો અને ગૌતમને રાત્રિ રોકાણ કરવા માટેની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું.

ગૌતમ તકનો લાભ લેતા સગીરાને માલવિયા ચોક ખાતે આવેલી હોટલ તિલકમાં લઈ ગયો હતો. ગૌતમે હોટલમાં સગીરાની ઓળખ છુપાવવા માટે અન્ય કોઈ યુવતીનું આઈ.ડી. કાર્ડ આપી રૂમ મેળવી લીધો હતો. બાદમાં તે પણ સગીરા સાથે રૂમમાં રોકાઈ ગયો હતો. બાદમાં આરોપી ગૌતમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પોલીસે અપહરણ સાથે દુષ્કર્મ અને પોક્સોની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી ગૌતમને પોલીસે તપાસ બાદ જેલ હવાલે કર્યો હતો દરમિયાન પીડિતાનું પોલીસે મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. મહત્વની વાત છે કે આરોપી ગૌતમે હોટલમાં રૂમ બુક કરાવવા માટે હોટલનું ભાડું રૂપિયા 1 હજાર પણ સગીરાના પિતાના મોબાઈલ મારફતે ગૂગલ પે વડે કર્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular