મોરબીમાં ક્રિક્રેટ ગ્રાઉન્ડ ફરી ખેલાડી ઢળી પડ્યો. દોઢ મહિનામાં મેદાન પર મૃત્યુનો નવમો કિસ્સો
ક્રિકેટ રમતાં રમતાં ઢળી પડવાના કિસ્સા વધી રહ્યા છે. દોઢ મહિનામાં મેદાન પર મૃત્યુનો આ નવમો કિસ્સો
નવજીવન ન્યૂઝ. મોરબી : Morbi Heart Attack: ક્રિકેટના (Cricket) ગ્રાઉન્ડ જાણે હવે મોતના મેદાન બની રહ્યા છે. છેલ્લા બે મહિનામાં ક્રિકેટ મેદાન પર ખેલાડીઓ રમતા રમતા ઢળી પડે અને પછી મૃત્યુ પામે તેવી ઘટનાઓ વધી રહી છે. આજે વધુ એક આવો બનાવ મોરબીમાં (Morbi) બન્યો છે. મોરબીમાં એક યુવાન પ્રેક્ટિસ દરમિયાન જ ઢળી પડ્યો હતો અને તે પછી હોસ્પિટલમાં તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તબીબોએ મૃત્યુનું કારણ હાર્ટએટેક (Youth Died of Heart Attack) દર્શાવ્યું છે.
માત્ર દોઢ મહિનામાં રાજ્યમાં ક્રિકેટ મેદાન પર મૃત્યુ થવાની આ નવમી ઘટના છે. પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટ ખાતે 25 તારીખથી બળવંતરાય મહેતા ટુર્નામેન્ટ યોજાવાની હતી. આ ટુર્નામેન્ટમાં જિલ્લા પંચાયતના કર્મચારી ભાગ લેવાના હતા. મોરબી જિલ્લા પંચાયતના કર્મચારી અશોક કણઝારીયાએ પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 32 વર્ષના અશોક ટીમ સાથે જ્યારે મોરબીના લજાઈ ક્રિકેટ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા. સાથી ખેલાડીઓ તુરંત અશોકને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. હાજર તબીબે અશોકની તપાસ કરી તેને મૃત જાહેર કર્યો. પ્રાથમિક તપાસમાં તબીબોએ અશોકને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું. અશોકને અગાઉથી બ્લડ પ્રેશરની બીમારી હતી. અશોક ચાર વર્ષના બાળકનો પિતા હતો, તેના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે. અશોકના સાથી ખેલાડીઓ પણ આ બનાવથી સ્તબ્ધ છે.
ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા ખેલાડીના મૃત્યુથી હવે ક્રિકેટ ટુર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી છે. સાથે સાવચેતીના ભાગરૂપે અન્ય ખેલાડીઓની પણ પ્રાથમિક તપાસ કરવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
TAG: Morbi News, Heart Attack, Playing Cricket
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








