Thursday, July 2, 2026
HomeGeneralઅમદાવાદમા PM મોદીના આગમનની તૈયારીઓ, જાણો કયા કયા માર્ગ બંધ કરવામાં આવ્યા

અમદાવાદમા PM મોદીના આગમનની તૈયારીઓ, જાણો કયા કયા માર્ગ બંધ કરવામાં આવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ:
અમદાવાદમા 11 અને 12 માર્ચના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના હોવાને કારણે તેમની અમદાવાદ મુલાકાતના બે દિવસ અગાઉથી જ રસ્તાઓ ઉપર અને તેમની મુલાકાત સ્થળોએ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં આવેલા તમામ પોલીસ સ્ટેશન અને પોલીસની તમામ શાખાઓ માંથી મોટા ભાગના અધિકારીઓએ અને પોલીસ કર્મચારીઓને પીએમના બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે. PMના આ બંદોબસ્તમાં 2 આઇજી કક્ષાના અધિકારીઓ, 24 ડીસીપી, 38 એસીપી, 124 પીઆઇ, 400 પીએસઆઇ અને 5550 અન્ય પોલીસ કર્મચારીઓ હજાર રહેશે.



- Advertisement -

અહિયાં ઉલેખનીય વાત એ છે કે, આટલા બધા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જ્યારે માત્ર કેટલાક ચોક્કસ રસ્તા પર બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે ત્યારે તે અધિકારીઓ અને કર્મચારીઓ જે પોલીસ સ્ટેશનમાં કે વિસ્તારમાં ફરજ બજાવે છે તે વિસ્તારમાં જો કોઈ ઘટના ઘટે તો સામાન્ય નાગરિક માટે કાયદો અને વ્યવસ્થાની દેખરેખ કોણ રાખશે?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલા તમામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 70થી 80 ટકા સ્ટાફને PMના બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે, જેના કારણે સંભવત: પોલીસ સ્ટેશનમાં કર્મચારીઓની ઘટ પડી શકે છે, જો કોઈ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના બની જાય તો તેના માટે જવાબદાર કોણ હશે તે જોવું રહ્યું.

આ ઉપરાંત પ્રધાનમંત્રીના આવવાના કારણે આમદવાદની પ્રજા ઉપર પણ કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. PM જે રસ્તા પરથી નીકળવાના છે તે રસ્તાઓ PMના નીકળવાના સમયથી કલાકો સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. 11 અને 12 માર્ચના દિવસે નીચે મુજબ માર્ગો સામાન્ય નાગરિકો માટે પ્રતિબંધિત રહેશે.



- Advertisement -

1.) સંજીવની હોસ્પીટલથી વસ્ત્રાપુર તળાવથી અંધજન મંડળ ચાર રસ્તાથી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પીટલથી વસ્ત્રાપુર તળાવથી હોટલ હયાત થઇ કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે. (તા.૧૧/૩/૨૦૨૨ ના કલાક ૧૨.૦૦ થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી)
2.) સરદાર પટેલ બાવલા સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તાથી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલથી રેડીમ છ રસ્તા તથા કોમર્સ સર્કલથી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે. ( તા.૧૨/૩/૨૦૨૨ ના કલાક ૧૪:૦૦ થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી)


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular