નવજીવન ન્યૂઝ. અરવલ્લીઃ સમાનતા અને સમરસતાની વાતો કરતી ભાજપ ૪ રાજ્યોમાં ભવ્ય વિજય થતા વિજયોત્સવ મનાવી રહ્યું છે. બીજી બાજુ આઝાદીના ૭ દાયકા પછી પણ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં અનુ.જાતિ અને અનુ.જનજાતિ સમાજના લોકો સામે કહેવાતા સવર્ણ સમાજ દ્વારા સતત અશ્પ્રુશ્ય હોવાનો અહેસાસ કરાવતા અને હડધૂત કરવાની સતત ઘટનાઓ બનતા દેશ અને હિન્દૂ સંસ્કૃતિ માટે અશ્પ્રુષ્યતા કાળી ટીલી સમાન છે. એક આદિવાસી મહિલા અશ્પ્રુશ્યતાનો કઈ રીતે ભોગ બની તે માટે જુઓ VIDEO.
અસ્પ્રુશ્યતાનો ભોગ બનેલી આદિવાસી મહિલા ન્યાય માટે કલેક્ટરને આવેદન આપવા પહોંચી, પહેલા તો વાત જ ન સાંભળી પછી સ્વીકાર્યું આવેદન pic.twitter.com/OyY3iirzPY
— Navajivan News (@NavajivanNews) March 10, 2022
અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના રડોદારા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રેલકંપા નજીક એક આદિવાસી પરિવાર ૫૦ વર્ષથી વધુના સમયથી કાચું ઝૂંપડું બનાવી વસવાટ કરતા પરિવારની ગંગાબેન કાળાભાઇ વસાવા નામની દીકરી થોડા વર્ષો અગાઉ ત્યક્તા બનતા તેના પુત્ર સાથે આ ઝૂંપડામાં રહી મજૂરી અને પશુપાલન કરી જીવન નિર્વાહ ચાલવી રહી છે. આ પરિવાર ગ્રામ પંચાયતમાં તમામ વેરા પણ ભરતો હતો અને ગામની દૂધમંડળીમાં દૂધ પણ ભરાવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગામમાં રહેતા પટેલ સમાજના કેટલાક લોકો દ્વારા આદિવાસી સમાજ સામે જાતિગત માનસિકતાથી પીડાઈ આદિવાસી ત્યક્તા મહિલા તેના પુત્ર સાથે ઝૂંપડું છોડી અન્ય જગ્યાએ રહેવા જતી રહે તે માટે માનસિક હેરાનગતિ શરૂ કરવામાં આવી છે. જેમાં ગ્રામ પંચાયતે વેરો લેવાનું બંધ કરતા સરકારની ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અને ‘નલ સે જલ યોજના’થી અળગાં રાખી તેમજ દૂધ મંડળીમાં દૂધ પણ સ્વીકારવામાં ન આવતા અને ઘરમાં આવતી લાઈટ બંધ થઇ જાય તેવા કાવાદાવા કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરતા ત્યક્તા મહિલાને હેરાન કરતા લોકો સામે પ્રજા ફિટકાર વરસાવી રહી છે.

આદિવાસી મહિલા અને તેના પુત્ર સતત ગામલોકોના ત્રાસ અને રંજાડથી તોબા પોકારી ઉઠતા આખરે જીલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી ગામના ૮ જેટલા લોકો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવેની માંગ કરી તેને સરકારી લાભ આપવાની માંગ કરી હતી.
ત્યકતા આદિવાસી મહિલા ન્યાય મળશે તેવી આશા સાથે પીડિતો અને વંચિતોને થતા અન્યાય સામે લડતા એક અગ્રણી વકીલ સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચતા જ કલેકટર મહિલાની રજુઆત સાંભળવાને બદલે પહેલા તો સ્થાનિક તંત્રમાં રજુઆત કરવા જણાવતા મહિલા સહીત વકીલ અંચબિત બની ગયા હતા. આખરે વકીલે કલેકટરને મહિલાની રજુઆત સાંભળવા દલીલ કરતા કલેકટરે રજુઆત સાંભળી આવેદનપત્ર સ્વીકારી યોગ્ય ન્યાય કરવાની બાંહેધરી આપી હતી.
બાયડના રડોદરા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ રેલકંપા ગામે જાતિગત ભેદભાવનો ભોગ બનેલ આદિવાસી ત્યક્તા ગંગાબેન વસાવા નામની મહિલા ન્યાયની આશા સાથે ગુરુવારે જીલ્લાના અગ્રણી વકીલ ડાહ્યાભાઈ જાદવ સાથે જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણાને આવેદનપત્ર આપ્યું હતું. પીડિત ત્યકતા મહિલા સાથે રહેલા અગ્રણી વકીલ ડાહ્યાભાઈ જાદવના જણાવ્યા અનુસાર, ત્યક્તા આદિવાસી મહિલા સાથે અમે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા ત્યારે જીલ્લા કલેકટરે પીડિત મહિલાની વેદના સાંભળવા બદલે સીધા તાલુકા કક્ષાએ રજુઆત કરવાનું જણાવી, વાત કરવાની પણ તસ્દી લીધી ન હતી અખારે કલેકટર સાહેબ સાથે થોડી દલીલો કર્યા પછી આવેદનપત્ર સ્વીકારવા મજબુર બન્યા હોવાનું જણાવ્યું હતું.
વધુમાં ડાહ્યાભાઈ જાદવે જણાવ્યું હતું કે પીડિત આદિવાસી ત્યકતા મહિલા ન્યાય માટે છેલ્લા કેટલાક વર્ષોથી દર દર ભટકી રહી છે સ્થાનીક તંત્ર ન્યાય અપાવવાના બદલે ખો આપતા મહિલા ન્યાય મેળવવાની આશાએ જીલ્લા કલેકટર પાસે પહોંચતા જીલ્લા કલેકટરે પણ શરૂઆતમાં મહિલાને સાંભળવાનો ઇન્કાર કરી દેતા મહિલા પડી ભાંગી હતી જો વહીવટી તંત્રનું અરજદારો સાથે આ પ્રકારનું જ વર્તન રહ્યું તો પીડિત પરિવારો ન્યાય માટે કોની પાસે જશે?
![]() |
![]() |
![]() |











