Saturday, July 4, 2026
HomeGeneralમિત્રો આ જ છે 'અચ્છે દિન', 16 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં સતત 14મી વાર...

મિત્રો આ જ છે ‘અચ્છે દિન’, 16 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં સતત 14મી વાર વધારો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: 6 એપ્રિલ, 2022 બુધવારના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આજે ઈંધણ ઓઈલના ભાવમાં ફરી 80-80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. છેલ્લા ૧૬ દિવસમાં આ ૧૪મો વધારો છે. આ સાથે જ અમદાવાદમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.09 રૂપિયા પહોંચી ગઈ છે. ડીઝલ પણ 98.08 રૂપિયા પર વેચાઈ રહ્યું છે. જ્યારે દિલ્હીમાં આજે લોકો પેટ્રોલ 105.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 96.67 રૂપિયા પ્રતિ લીટરે ખરીદી રહ્યા છે.



આ દરો દરેક રાજ્યના કર માળખા અનુસાર બદલાશે. જણાવી દઈએ કે 22 માર્ચ 2022થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવા લાગ્યો છે. આ પહેલા લગભગ સાડા ચાર મહિના પહેલા ભાવ સ્થિર હતા. આટલો વધારો જોયા બાદ પેટ્રોલ અને ડીઝલ બંને એક લીટર પર 10 રૂપિયા મોંઘા થઈ ગયા છે.

મંગળવારે સાંજ સુધીમાં ક્રૂડ ઓઇલનું માર્કેટ જોર પકડી રહ્યું હતું. સાંજે વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ વાયદો 1.04 ટકા વધીને 108.65 ડોલર પ્રતિ બેરલ થયો હતો. તે જ સમયે, ભારતીય વાયદા બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ બેરલ દીઠ રૂ.141 વધીને રૂ.7,856 થયો હતો. જો કે, ત્યાર બાદ 0.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને બુધવારે સવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટાડા પર રહ્યા હતા.



દેશના અન્ય મોટા શહેરોમાં પેટ્રોલ-ડિઝલનો ભાવ નીચે મુજબ છે.

- Advertisement -

દિલ્હી- પેટ્રોલ 105.41, ડીઝલ 96.67
કોલકાતા- પેટ્રોલ 115.12, ડીઝલ 99.83
મુંબઈ- પેટ્રોલ 120.51, ડીઝલ 104.77
ચેન્નાઈ- પેટ્રોલ 110.85, ડીઝલ 100.85


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular