Saturday, July 4, 2026
HomeGeneralભાજપ 'આઝાદી કા અમૃતોત્સવ' ઉજવે છે, તો કોંગ્રેસે 'આઝાદી ગૌરવ યાત્રા' આરંભી

ભાજપ ‘આઝાદી કા અમૃતોત્સવ’ ઉજવે છે, તો કોંગ્રેસે ‘આઝાદી ગૌરવ યાત્રા’ આરંભી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે ગુજરાતમાં સક્રિય એવા દરેક પક્ષો કોઈને કોઈ રીતે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દેશની આઝાદીને 75મુ વર્ષ ચાલી રહ્યું છે જેને ભાજપ દ્વારા ‘આઝાદી કા અમૃતોત્સવ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જ્યારે તેની સામે કોંગ્રેસ દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે આમદવાદથી દિલ્હી સ્થિત રાજઘાટ સુધી પગપાળા ‘આઝાદી ગૌરવ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે અમદાવાદ સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમથી આ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.



કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ આઝાદી ગૌરવ યાત્રા અમદાવાદ ગાંધી આશ્રમથી દિલ્હીમાં રાજઘાટ સુધી એમ કુલ 1175 કિલોમીટરની યાત્રા છે. આજે યાત્રાના પ્રારંભ વખતે મોટી સંખ્યામાં લોકો સફેદ વસ્ત્રો પહેરીને હાથમાં ત્રિરંગો લઈને જોડાયા હતા. આ યાત્રામાં મહિલા કોંગ્રેસનાં પણ નેતાઓ અને કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ યાત્રા 58 દિવસની સફર કરીને દિલ્હી રાજઘાટ સુધી પહોંચશે.

આમદવાદથી શરૂ થયેલી આ યાત્રા 58 દિવસે દિલ્હી પહોંચશે તે દરમિયાન 10 દિવસ ગુજરાતનાં અલગ અલગ શહેરો અને ગામો માંથી પસાર થશે. આ યાત્રા અંતર્ગત અલગ અલગ વિસ્તારના 3 લાખ લોકો સુધી સીધા પહોંચવાનો આ કોંગ્રેસનો પ્રયાસ છે. યાત્રા દરમિયાન દરેક ગામમાંથી અન્ન, પાણી અને માટી લેવામાં આવશે, ત્યાર બાદ આ આ પાણી અને માટી દ્વારા દિલ્હીમાં રાજઘાટ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવશે. આ યાત્રામાં સતત 75 યાત્રીઓ પગપાળા સફર ચાલુ રાખશે, દરેક ગામોમાં જઈને આઝાદી માટે બલિદાનની વાતો કરશે તેમજ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા કામોઠિ લોકોને અવગત કરવવામાં આવશે.




- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular