Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નવનિર્મિત બ્રિજના લોકાર્પણ પહેલા અધિકારીઓ ચકાસણી માટે દોડતા અનેક અટકળો શરૂ

અમદાવાદમાં નવનિર્મિત બ્રિજના લોકાર્પણ પહેલા અધિકારીઓ ચકાસણી માટે દોડતા અનેક અટકળો શરૂ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: તાજેતરમાં અમદાવાદના (Ahmedabad) હાટકેશ્વર બ્રિજની હલકી ગુણવત્તાની કામગીરી સામે આવી હતી. જેના કારણે કોર્પોરેશનની પોલ ખુલ્લી પડી હતી. હાટેકશ્વર બ્રિજનો સમ્રગ મામલો સામે આવતા જનતા પણ શહેરમાં બની રહેલા નવનિર્મિત બ્રિજના કામને શંકાને રીતે જોઈ રહી છે. હાટેકશ્વર બાદ વધુ એક નવનિર્મિત બ્રિજ બની તૈયાર થઈ ગયો છે. પરંતુ સતત વ્યસ્ત કોર્પોરેશનના અધિકારીઓને આ બ્રિજની ગુણવત્તા ચકાસણીનો સમય જ મળ્યો નથી. આગામી 15 જૂનના રોજ 66 કરોડના ખર્ચે બનાવામાં આવેલા જગતપુર બ્રિજનું (Jagatpur Bridge) લોકાર્પણ થવાનું છે. તે પહેલા ચોંકાવનારી માહિતી મળી રહી છે, જ્યારે જગતપુર બ્રિજનું કામ ચાલતું હતું ત્યારે અધિકારીઓ તરફથી કોઈ ચકાસણી કરવામાં આવી નથી. હવે બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. લોકાર્પણ સમય નજીક છે, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ (AMC Officials) દેખોડા પૂરતી ચકાસણી કરી રહ્યા છે. જેને લઈ કોંગ્રેસ મેદાને આવી છે.

ન્યુ રાણીપથી એસ. જી. હાઈવેને જોડતો જગતપુર બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે. 15મી જૂને તેનું લોકાર્પણ થવાનું છે. આ બ્રિજના બનાવાથી લાખો વાહનચાલકોને ટ્રાફિકથી રાહત મળી રહેશે. પરંતુ લોકાર્પણ પહેલા બ્રિજ વિવાદમાં ઘેરાયો છે. બ્રિજમાં કયા પ્રકારનું મટિરિયલ વાપરવામાં આવ્યુ છે? કેટલા પ્રમાણમાં વપારવામાં આવ્યુ છે? તે બાબતની ખરાઈ કરવા હવે તંત્રના અધિકારીઓ આળસ મરડી સ્થળ તપાસમાં પહોંચ્યા છે અને દેખાડા પૂરતી ચકાસણી કરી રહ્યા છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં બ્રિજના કામોને લઈ ભારે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે અને વર્તમાન હાટકેશ્વર બ્રિજ ભ્રષ્ટાચારની ઘટના તેનું ઉત્તમ ઉદાહરણ છે. નવા બ્રિજમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ઘટના બનતી હોય છે. પરંતું જગતપુર બ્રિજના ચકાસણી માટે તંત્રના અધિકારીઓ મોડે મોડે દોડતા અનેક અટકળો તેજ બની છે.

જગતપુર બ્રિજની કામગીરીને લઈ AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે અધિકારીઓની અંતિમ ઘડીઓની મુલાકાતને લઈ વિરોધ વ્યકત કર્યો છે. તેમણે હાટકેશ્વર બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચારનું ઉદાહરણ આપતા કહ્યું છે કે, “ભૂતકાળમાં બ્રિજમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. છતાં કોર્પોરેશન સત્તાધીશો અને અધિકારીઓ સુધારવાનું નામ નથી લઇ રહ્યા.” તેમણે કહ્યું કે, “જગતપુર બ્રિજનું છેલ્લા લાંબા સમયથી કામ ચાલી રહ્યું હતું અને આગામી દિવસમાં લોકાર્પણ થવાનું છે, ત્યારે અધિકારીઓ ચકાસણી કરી રહ્યા છે.” જગતપુર બ્રિજને લઈ કોંગ્રેસ તરફથી વિજિલન્સ તપાસની માગ કરવામાં આવશે અને તંત્ર તપાસ નહીં કરે તો કોંગ્રેસ દ્વારા આ બાબતે વિરોધ કરી આંદોલન કરવામાં આવશે તેવી વાત તેમણે કરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular