Monday, January 20, 2025
HomeGujaratAhmedabadDCP સફિન હસને ભારે વાહનોના માલિકોની ઉંઘ ઉડાડી, 49 ટ્રક અને ડમ્પર...

DCP સફિન હસને ભારે વાહનોના માલિકોની ઉંઘ ઉડાડી, 49 ટ્રક અને ડમ્પર કર્યા ડિટેઈન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદ શહેરમાં સતત ટ્રાફિકની સમસ્યાઓ વધી રહી છે. એવામાં બેફામ બની રહેલા ભારે વાહનો જેવા કે, ટ્રેલર, ડમ્પર, ટ્રક વગેરેના કારણે અકસ્માત પણ સર્જાતા હોય છે. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દિવસ દરમિયાન ગેરકાયદેસર દોડતા ભારે વાહનના માલિકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી દંડ ફટકાર્યો છે. આમ ટ્રાફિક પોલીસે કુલ 49 વાહનો ડિટેઈન પણ કર્યા છે. ટ્રાફિકની પોલીસ (Ahmedabad Traffic Police) આ કડક કામગીરને લઈ બેફામ રીતે ભારે વાહનો માર્ગો પર દોડાવતા વાહન માલીકોમાં ફફડાટ જોવા મળ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં દિવસ દરમિયાન ગેરકાયદેસર દોડતા ડમ્પરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની રજૂઆત DCP પૂર્વ ટ્રાફિક સફીન હસન (DCP Safin Hasan) ને મળી હતી. જેને ધ્યાનમાં રાખીને ગત 1 મેના રોજ પૂર્વ વિસ્તારમાં દિવસ દરમિયાન દોડતા ગેરકાયેદેસર ડમ્પર ચાલકો અને તેમના માલિકો સામે કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી.

- Advertisement -

આ ડ્રાઈવ દરમિયાન પોલીસે 49 ડમ્પરને ડિટેઈન કર્યા છે જ્યારે માંડવાળના 3 કેસ કરી કુલ રૂપિયા 16,500નો દંડ પણ વસુલવામાં આવ્યો છે. સાથે જ આ પ્રકારની કામગીરી રોજે-રોજ કરવા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દિવસ દરમિયાન શહેરમાં ટ્રાફિકનું પ્રમાણ ઘટાડવા માટે જિલ્લા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી રાત્રીના ચોક્કસ સમય દરમિયાન ભારે વાહનનોને શહેરમાં પ્રવેશ કરવા માટેની મંજૂરી આપવામાં આવે છે. છતાં પણ કેટલાક વાહન ચાલકો આ જાહેરનામાનો ભંગ કરીને દિવસ દરમિયાન પણ શહેરમાં ગેરકાયેદેસર રીતે ભારે વાહનો દોડાવતા હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular