નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાતના પાટનગરમાં ખાખી અને આરોપીની મીલીભગત સામે આવી છે. હત્યાના પ્રયાસના ગુનામાં આવેલા આરોપીને લોકઅપની જગ્યાએ અન્ય રૂમમાં રાખવામાં આવ્યો હોવાનો એક કથિત વીડિયો વાયરલ (Video Viral) થયો હતો. જેને લઈને ફરિયાદી દ્વારા આ મામલે ગાંધીનગર પોલીસ વડાને (SP Gandhinagar) રજૂઆત કરવામાં આવતા સેક્ટર 21 પોલીસ સ્ટેશનના (Sector 21 Police Station) પોલીસ ઈન્સપેક્ટર (PI)અને અન્ય પોલીસ કર્મી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
શું હતો મામલો
ગાંધીનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે અંગે વકીલ જગદીશ દેસાઈ અને તેમના નજીકમાં રહેતા કસ્તુર મારવાડી(માલી)એ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વકીલ જગદીશ દેસાઈની ફરિયાદ અનુસાર, તેમના ઘર નજીક કસ્તુર મારવાડી મોટેથી ગાળો બોલી રહ્યા હતા. મોટેથી ગાળો બોલવાની ના પડતાં કસ્તુર મારવાડી ઉશ્કેરાઈ ગાયા હતા અને નજીકમાં રહેલો સિમેન્ટનો બ્લોક માથામાં મારી દીધો હતો. ઉપરાંત તેમના દીકરા આકાશ અને સંજય તેમજ તેમનો ભાઈ તુલસી માળી તલવાર અને પાઈપો લઈને આવી ગયા હતા.
કસ્તુર મારવાડીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ જુદા-જુદા વિસ્તારમાં ચોળાફળીનો વેપાર કરે છે. બનાવની રાત્રે જગદિશ, સમીર અને અતુલ દેસાઈએ ચોળાફળી માગી હતી. જોકે ચોળાફળી ન હોવાનું કહેતા જ જગદીશ, તેમના ભાઈ સમરી અને પિતા અતુલ ગાળો બોલીને માથાકુટ કરવા લાગ્યા હતા. સમગ્ર બનાવ અંગે ગાંધીનગર સેક્ટર 21 પોલીસ સ્ટેશન દ્વારા કસ્તુર માલી સહીતના આરોપીઓની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓને લોકઅપમાં રાખવાની જગ્યા એ એક રૂમમાં રાખીને સગવડ આપવામાં આવતી હોવાની જાણ જગદિશ દેસાઈને થતાં તેઓ રાત્રીના સમયે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં આરોપીઓને એક રૂમમાં રાખીને પંખા સહિતની સગવડો આપવામાં આવી હોવાનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વાયરલ વીડિયો અંગે જિલ્લા પોલીસ વડાએ ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરીને સેક્ટર 21ના પોલીસ ઈન્સેપેક્ટર પી. બી. ખાંબલા અને અન્ય પોલીસ કર્મી (PSO)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડાની આ કાર્યવાહીના કારણે પોલીસ બેડામાં ખળભડાટ જોવા મળી રહ્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796